રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા4 મે, 2025| Super Admin

હવામાન વિભાગની આગાહીના પગલે મહેસાણામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ

હવામાન વિભાગની આગાહીના પગલે મહેસાણામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ
ગરમીથી આંશિક રાહત: ખેડૂતોના માથે આફત કડાકા ભડાકા સાથે મોડી રાત્રે વરસાદી ઝાપટું પડ્યું; આતે કેવો કુદરતનો પ્રકોપ કે ભર ઉનાળે વરસાદ પડી રહ્યો છે કુદરતની લીલા અપરંપાર હોય છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેના પગલે ઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિતના અનેક જિલ્લાઓમાં સામાન્ય થી લઈને ભારેથી અતિભારે વરસાદ તેમજ બરફના કરા પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે. હવામાન વિભાગે કરેલી આગાહીના પગલે ઉત્તર ગુજરાતમાં મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી સહિત ગાંધીનગરમા 4 એપ્રિલથી 9 એપ્રિલ સુધીમાં જુદા જુદા વિસ્તારોમાં તબક્કાવાર વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં ક્યાંક છુટા છવાયા વરસાદી ઝાપટા તો ક્યાંક ગાજવીજ અને ભારે પવન સાથે ભારેથી અતિભારે વરસાદ પડશે તો વળી ક્યાંક ક્યાંક બરફના કરા પડવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે. જેના પગલે તંત્ર દ્વારા જનહિતમાં જાહેર સૂચના પણ જાહેર કરવામાં આવી છે. તો બીજી તરફની જો વાત કરવામાં આવે તો આગામી દિવસોમાં થનારા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટાપાયે નુકશાન થવાનો વારો આવી શકે તેમ છે. ઉનાળુ વાવેતરમાં બાજરી, જુવાર, રાયડો, કપાસ, એરંડા સહિત વિવિધ શાકભાજીના વાવેલા પાકો પર કમોસમી વરસાદથી બગડી જવાનો કે કોહવાટ થઈ જવાનો ભય ખેડૂતોના માથે તોલાઈ રહ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને રોવાનો વારો આવી શકે છે. તો વળી ઉનાળાની કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલા શહેરીજનોમાં પણ કમોસમી વરસાદથી આંશિક રાહત મળતાં ઠંડક તો થઈ છે પરંતુ વિવિધ પ્રકારના રોગચાળો ફેલાવાની પણ એટલી શક્યતાઓ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર