રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા12 મે, 2026| Super Admin

ડીસામાં પરપ્રાંતિયોની બેરોકટોક ઘૂસણખોરી પોલીસ તપાસમાં અનેક રહસ્યો ખૂલવાની શક્યતા

ડીસામાં પરપ્રાંતિયોની બેરોકટોક ઘૂસણખોરી પોલીસ તપાસમાં અનેક રહસ્યો ખૂલવાની શક્યતા

ભાડાકરાર અને પોલીસ વેરિફિકેશન વિના મકાન આપવું એ કાયદેસરનો ગુનો, છતાં તંત્ર મૌન

ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી પરપ્રાંતિયોના વસવાટમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. કલરકામ, પ્લાસ્ટર ઓફ પેરિસ (POP) અને મજૂરી કામના બહાને આવતા આ લોકો કોઈપણ જાતના પોલીસ વેરિફિકેશન કે ભાડાકરાર વિના શહેરમાં વસવાટ કરી રહ્યા છે. જે રીતે આ પરપ્રાંતિયોની સંખ્યા વધી રહી છે, તે જોતા શહેરની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.ચોંકાવનારી વાત તો એ છે કે, અન્ય રાજ્યોમાંથી આવેલા કેટલાક શંકાસ્પદ શખ્સોએ સ્થાનિક વહીવટી તંત્રના વચેટીયાઓ અને દલાલોને નાણાં આપીને અહીંના આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ જેવા મહત્વના સરકારી દસ્તાવેજો પણ મેળવી લીધા છે. 

આવા ખોટા પુરાવાઓના આધારે તેઓ સ્થાનિક નાગરિક હોવાનો દાવો કરી રહ્યા છે, જે ભવિષ્યમાં સુરક્ષા માટે ખતરો બની શકે છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, અન્ય રાજ્યોમાં ગંભીર ગુનાઓ આચરીને નાસતા-ફરતા તત્વો ડીસાને 'સેફ પેસેજ' તરીકે વાપરી રહ્યા હોવાની શક્યતા છે. મકાન માલિકો વધુ ભાડાની લાલચમાં પોલીસને જાણ કર્યા વિના જ મકાનો ભાડે આપી દે છે. નિયમ મુજબ, કોઈપણ વ્યક્તિને મકાન ભાડે આપતા પહેલા પોલીસ સ્ટેશનમાં તેની વિગત આપવી અને ભાડાકરાર કરવો ફરજિયાત છે. આ નિયમનું ઉલ્લંઘન એ કાયદેસરનો ગુનો છે.ડીસાના જાગૃત નાગરિકોની માંગ છે કે પોલીસ તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ભાડુઆતોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે. જો પ્રામાણિકતાથી તપાસ કરવામાં આવે તો અનેક ચોંકાવનારી વિગતો અને ગુનાહિત ભૂતકાળ ધરાવતા શખ્સો બહાર આવી શકે તેમ છે. શું ડીસા પોલીસ આ દિશામાં નક્કર કાર્યવાહી કરીને સ્થાનિકોની સુરક્ષા સુનિશ્ચિત કરશે?

સંબંધિત સમાચાર