પાટણની બી.ડી.હાઈસ્કૂલ કેમ્પસમાં આવેલ જૈન મંદિરને અજાણ્યા ચોર ઈસમે નિશાન બનાવ્યું

રૂ. 23 હજારના મુદામાલની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ
પાટણ શહેરની બી.ડી. હાઈસ્કૂલ કેમ્પસમાં આવેલા જૈન દેરાસરમાં ચોરીની ઘટના બની હોવાની પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવા પામી છે.ગત તા.5 જુલાઈની સાંજથી તા.6 જુલાઈની સવાર દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે ચોરીને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.
અજાણ્યા ચોર ઈસમે દેરાસરમાં પ્રવેશી ભગવાનની ચાર મૂર્તિઓના આઠ ચાંદીના ચક્ષુ અને ભમર સાથે કુલ 14 ચાંદીના ટીકાની ચોરી કરી ગયો છે. આ ચાંદીના ટીકાનું વજન આશરે 200 ગ્રામ અને કિંમત રૂ. 15,000 થાય છે. ચોરે મંદિરમાં રાખેલી દાનપેટીનું લોક પણ તોડી તેમાંથી રૂ. 8,000 ની રોકડ પણ ચોરી કુલ રૂ.23,000ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયો હોય આ ઘટના અંગે જૈન સમાજના નિવૃત્ત અગ્રણી ધીરજલાલ પુનમચંદ આલમચંદ શાહે પાટણ એ ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા ચોર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ટેગ્સ:#patan
સંબંધિત સમાચાર
પાટણસિદ્ધપુર હાઈવે પર ભયાનક અકસ્માત: રિવર્સમાં આવેલી કારે ચા બનાવતા યુવકનો ભોગ લીધો
2 દિવસ પહેલા
પાટણપાટણ યુનિવર્સિટીના શારિરીક શિક્ષણ વિભાગ દ્વારા રાષ્ટ્રીય ખેલ દિવસની ઉત્સાહભેર ઉજવણી
2 દિવસ પહેલા
પાટણપાટણના ચતુર્ભુજ બગીચા નજીક એપલ સલૂન- બ્યુટી પાલૅરની આડમાં ચાલતું જુગારધામ પકડાયું
3 દિવસ પહેલા
પાટણપાટણના ખેડૂતોએ NH - 68 બાયપાસ એલાઇનમેન્ટ સામે વિરોધ પ્રદર્શન કર્યુ
3 દિવસ પહેલા
