રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ31 ઑગસ્ટ, 2026| Super Admin

પાટણ શહેર સહિત જિલ્લામાં ડબલ ઋતુના કારણે વાયરલ ફીવરના કેસો વધ્યાં

પાટણ શહેર સહિત જિલ્લામાં ડબલ ઋતુના કારણે વાયરલ ફીવરના કેસો વધ્યાં

પાટણ સિવિલ હોસ્પિટલમાં રોજની 600 થી વધુ ઓપીડી નોંધાઈ

પાટણ શહેર અને સમગ્ર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વાતાવરણમાં સતત પલટો જોવા મળી રહ્યો છે.ચોમાસાની મોસમ વચ્ચે છેલ્લા ૨૦ દિવસથી વરસાદે વિરામ લેતાં દિવસે અસહ્ય ગરમી-બફારો અને રાત્રે ભેજયુક્ત ઠંડક એમ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. આ વિષમ હવામાનના કારણે લોકોની રોગપ્રતિકારક શક્તિ પર વિપરીત અસર પડી છે. પરિણામે શહેર અને જિલ્લામાં વાયરલ ફીવર, તાવ, શરદી અને ઉધરસ જેવા રોગોનું પ્રમાણ વિસ્ફોટક રીતે વધી રહ્યું છે. 

હવામાનના આ ફેરફાર વચ્ચે પાટણની સિવિલ હોસ્પિટલમાં દિવસ દરમ્યાન દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. જૂન અને જુલાઈ મહિનામાં માત્ર બે મહિનાનાગાળામાં હોસ્પિટલમાં 20,476 નવા દર્દીઓ સહિત કુલ 29,519 આઉટડોર (OPD) દર્દીઓ નોંધાયા છે.જ્યારે કુલ 3,516 દર્દીઓએ ઇન્ડોર (IPD) દર્દી તરીકે ગંભીર સારવારલીધી છે.દરરોજ સરેરાશ 600 થી વધુ દર્દીઓ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં આવી રહ્યા છે.તબીબી વિશ્લેષણ મુજબ, બે મહિનામાં 15,840 મહિલાઓએ OPD સારવાર લીધી છે,જ્યારે 7,012 બાળકો તાવ અને વાયરલ ઇન્ફેક્શનથી પીડાતા હોસ્પિટલ પહોંચ્યા હતા. ડોક્ટરોના જણાવ્યા મુજબ મહિલાઓ અને નાના બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી વાતાવરણના બદલાવની અસર તેમના પર ઝડપથી થાય છે.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર