રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા7 નવેમ્બર, 2025| Super Admin

ડીસા ભોયણ ફાટક નજીક ટ્રેનની અડફેટે અજાણ્યા ઈસમનું કરૂણ મોત

ડીસા ભોયણ ફાટક નજીક ટ્રેનની અડફેટે અજાણ્યા ઈસમનું કરૂણ મોત

બનાસકાંઠા જિલ્લાના ડીસા-પાલનપુર રેલવે લાઇન પર આવેલા ભોયણ ફાટક નજીક શુક્રવારે એક અત્યંત કરૂણ ઘટના સામે આવી છે. ટ્રેનની અડફેટે આવી જવાથી એક અજાણ્યા યુવક/ઈસમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ​પ્રાપ્ત માહિતી મુજબ, ડીસા નજીક ભોયણ ફાટક પાસેથી પસાર થઈ રહેલી ટ્રેનની અડફેટે આ અજાણ્યો ઈસમ આવી ગયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે, ઈસમનું શરીર ગંભીર રીતે કચડાઈ ગયું હતું. અને તેનું ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા​આ બનાવની જાણ થતાં જ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પી.એમ. (પોસ્ટ મોર્ટમ) માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અને અકસ્માત કયા સંજોગોમાં થયો તે અંગેની વધુ તપાસ હાથ ધરી છે​સૌથી અગત્યની બાબત એ છે કે મૃતક ઈસમ કોણ છે, તે અંગે હજુ સુધી કોઈ જાણકારી મળી શકી નથી. ઈસમના શરીર પરથી કોઈ ઓળખપત્ર મળી ન આવતા, પોલીસે મરણજનાર અજાણ્યા ઈસમના પરિવારજનોને શોધી કાઢવા માટે વ્યાપક શોધખોળ હાથ ધરી છે. આ અંગે પોલીસે આસપાસના ગામોમાં અને પોલીસ સ્ટેશનોમાં જાણ કરીને મૃતકની ઓળખ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે. ​જો કોઈને મૃતક ઈસમ અંગે કોઈ પણ જાણકારી હોય તો તાત્કાલિક ડીસા રૂરલ પોલીસનો સંપર્ક કરવા માટે વિનંતી કરવામાં આવી છે, જેથી મૃતકના પરિવારજનોને જાણ કરી શકાય અને મૃતદેહની યોગ્ય વિધિ થઈ શકે.    

સંબંધિત સમાચાર