ઊંઝા નગરમાં રખડતા ઢોરોને લઈ લોકો ત્રાસ પોકારી ઉઠ્યા છે. તાજેતરમાં રખડતા ઢોરને લઈ દાસજ ગામના યુવાને જીવ ગુમાવ્યો હતો. જેને લઈ ઊંઝા નગરપાલિકા દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી શરૂ કરાઈ છે. ઊંઝા ધારાસભ્ય કિરીટભાઇ પટેલ અને ઊંઝા પાલિકા પ્રમુખ જીજ્ઞાબેન ડી. પટેલ દ્રારા તાત્કાલિક નિર્ણય લઈ રખડતા ઢોરોને પકડવાનું ટેન્ડર બહાર પાડ્યું છે. જેનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. ઢોરને પકડી પાંજરાપોળ ખાતે મોકલી આપવાની તજવીજ હાથ ધરાઈ છે. ઊંઝા નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન ડી. પટેલ દ્રારા છેલ્લા ત્રણ દિવસમાં 110 જેટલા ઢોરને પકડી પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. ઊંઝા પોલીસનો પણ સહકાર મળી રહ્યો છે. તેમજ ઊંઝા પાલિકાના કોર્પોરેટર પણ આ અભિયાનમાં જોડાયા છે.
ઊંઝા નગરપાલિકા દ્વારા રખડતા ઢોરોને પકડવાની કામગીરી શરૂ કરાઈ

સંબંધિત સમાચાર
પાટણપાટણમાં સામાન્ય વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
8 કલાક પહેલા
પાટણસિદ્ધપુર હાઇવે પર પોલીસની મોટી કાર્યવાહી: ₹૧ કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો
2 દિવસ પહેલા
પાટણચાણસ્મા પોલીસે કેબલ વાયર ચોરીનો ભેદ ઉકેલી ત્રણ આરોપીની મુદ્દામાલ સાથે અટકાયત કરી
2 દિવસ પહેલા
પાટણમોઢેરા રોડ પર સાપને બચાવવા જતા રિક્ષા પલટી: સદનસીબે મોટી જાનહાનિ ટળી
2 દિવસ પહેલા
