રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા25 મે, 2026| Super Admin

ઊંઝા APMC: મસાલા સીઝન પૂર્ણતાના આરે, યુદ્ધના પગલે નિકાસ ઠપ્પ

ઊંઝા APMC: મસાલા સીઝન પૂર્ણતાના આરે, યુદ્ધના પગલે નિકાસ ઠપ્પ

જીરાની ૧૨ હજાર વરીયાળી ૪ હજાર અને ઈસબગુલની ૮ હજાર બોરીની આવકો 

ઊંઝા એપીએમસીમાં છેલ્લા એક મહિનાથી પડ્યું બજાર જોવા મળી રહ્યું છે. વાયદાના આધારે બજારમાં વધઘટ જોવા મળી રહી છે. મસાલાની સીઝન પુર્ણતાને આરે છે ત્યારે આવકો પણ કપાઈ રહી છે. લોકલ ઘરાકી નથી જ્યારે યુધ્ધને પગલે એકસપોર્ટ સાવ ઠપ્પ થઈ ગયું છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવો ન મળતાં અને એકસપોર્ટની ઘરાકી ન રહેતા વેપારીઓની પણ સીઝન ફેલ થઈ ગઈ છે. યુધ્ધ બંધ થાય અને એકસપોર્ટની ઘરાકી આવે તેની વેપારીઓ કાગડોળે રાહ જોઇ બેઠા છે પરંતુ હજીસુધી યુધ્ધ અંગે ચિત્ર સ્પષ્ટ ન થતાં વેપારીઓ દ્વિધામાં મુકાયા છે. 

હાલ જીરાની ૧૨ હજાર બોરીની આવકો આવી રહી છે. જેની સામે મણના સરેરાશ ભાવ ૩૬૦૦ થી ૪૦૦૦ રૂપિયા જ્યારે સારા માલના ૩૯૦૦ થી ૪૦૦૦ રૂપિયા જોવા મળી રહ્યા છે. આવકો દિનપ્રતિદિન ઘટી રહી છે. જીરાની આવકો રાજસ્થાન, કચ્છ, કાઠીયાવાડ અને ઉત્તર ગુજરાતમાંથી જોવા મળી રહી છે.  

ઉંઝા યાર્ડમાં વરીયાળીની ૪ હજાર બોરીની આવકો આવી રહી છે. જેની સામે વરીયાળીના મણના સરેરાશ ભાવ ૨૦૦૦ થી ૭૦૦૦ રૂપિયા જ્યારે સારા માલના ૩૦૦૦ થી ૪૦૦૦ રૂપિયા અને આબુરોડ બેસ્ટ કલર માલના ૪૦૦૦ થી ૭૦૦૦ રૂપિયા જોવા મળી રહ્યા છે.‌ ઈસબગુલની ૮ હજાર બોરીની આવકો આવી રહી છે. ઈસબગુલના મણના સરેરાશ ભાવ ૨૫૦૦ થી ૨૯૦૦ રૂપિયા જ્યારે સારા માલના ૨૮૦૦ થી ૨૯૦૦ રૂપિયા રહેવા પામ્યા છે. રાજસ્થાન, કચ્છ કાઠીયાવાડથી આવકો આવી રહી છે. ઈસબગુલ જણસી એકસપોર્ટની આઈટમ હોવાથી યુધ્ધની સીધી અસર પડી છે.

ટેગ્સ:#Unjha APMC

સંબંધિત સમાચાર