રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા25 મે, 2026| Super Admin

મહેસાણામાં બેકાબૂ કાર ચાલકનો આતંક: ૭ વાહનોને અડફેટે લીધા બાદ અંડરપાસમાં કાર મૂકી ચાલક ફરાર

મહેસાણામાં બેકાબૂ કાર ચાલકનો આતંક: ૭ વાહનોને અડફેટે લીધા બાદ અંડરપાસમાં કાર મૂકી ચાલક ફરાર

મહેસાણા શહેરમાં એક બેકાબૂ અને બેફામ કાર ચાલકે ભારે આતંક મચાવ્યાની ઘટના સામે આવી છે. જેમાં એક પૂરપાટ આવતી કારના ચાલકે અનેક વાહનચાલકોના જીવ જોખમમાં મૂકી દીધા હતા. અકસ્માત સર્જીને પકડાઈ જવાના ડરે આરોપી કાર ચાલક રસ્તાની વચ્ચે જ પોતાની કાર મૂકીને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, મહેસાણામાં રાજધાની ટાઉનશીપથી રામોસણા ગામને જોડતા માર્ગ પર આ ઘટના બની હતી. આ રોડ પર GJ 02 CG 5500 નંબર ધરાવતી એક કાર પૂરપાટ ઝડપે અને બેફામ રીતે આવી રહી હતી. કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા રસ્તા પરથી પસાર થઈ રહેલા આશરે ૭ જેટલા ટુ-વ્હીલર ચાલકોને એક પછી એક અડફેટે લીધા હતા. અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે અફરાતફરી અને નાસભાગનો માહોલ સર્જાયો હતો અને લોકોમાં ભારે ભય ફેલાઈ ગયો હતો.

આટલા બધા વાહનોને ટક્કર માર્યા બાદ, લોકોના રોષથી બચવા અને પકડાઈ જવાના ડરે કાર ચાલકે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ભાગવાની લ્હાયમાં ચાલકે પોતાની કાર નજીકમાં આવેલા રેલવે અંડરપાસ તરફ હંકારી હતી. જોકે, ત્યાં તેણે પોતાની કાર અંડરપાસની વચ્ચોવચ આડી મૂકી દીધી હતી અને કાર ત્યાં જ રેઢી મૂકીને પોતે પગપાળા જ ફરાર થઈ ગયો હતો. કાર અંડરપાસમાં રસ્તાની વચ્ચે આડી પડી હોવાને કારણે ત્યાંથી પસાર થતો બંને તરફનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. રસ્તો બ્લોક થઈ જવાના કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આ ઘટનાની ગંભીરતા જોતા જાગૃત નાગરિકો દ્વારા તાત્કાલિક પોલીસ ઈમરજન્સી હેલ્પલાઇન નંબર ૧૧૨ પર કોલ કરીને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસની ટીમ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે પરિસ્થિતિનો તાગ મેળવીને સૌપ્રથમ અંડરપાસમાં આડી પડેલી કારને ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. કાર સાઈડમાં ખસેડીને પોલીસે બંધ થયેલો રસ્તો ખુલ્લો કરાવ્યો હતો અને વાહન વ્યવહાર ફરીથી રાબેતા મુજબ શરૂ કરાવ્યો હતો.હાલમાં પોલીસે અકસ્માત સર્જનાર GJ 02 CG 5500 નંબરની કાર કબજે કરી છે અને તેના રજિસ્ટ્રેશન નંબરના આધારે ફરાર થઈ ગયેલા બેફામ ચાલકને પકડી પાડવા માટે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સંબંધિત સમાચાર