રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા3 મે, 2026| Super Admin

ઉનાવા APMCમાં ₹5.99 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો; 3 રીઢા તસ્કરો ઝડપાયા

ઉનાવા APMCમાં ₹5.99 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો; 3 રીઢા તસ્કરો ઝડપાયા

પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલ્યો 

ઊંઝા તાલુકાના ઉનાવા એપીએમસીમાં આવેલી એક ઓફિસમાંથી થયેલી રૂપિયા ૫.૯૯ લાખની ચોરીનો ભેદ ઉકેલવામાં ઉનાવા પોલીસને સફળતા મળી છે. પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી માત્ર ગણતરીના કલાકોમાં જ ત્રણ આરોપીઓને મુદ્દામાલ સાથે દબોચી લીધા છે.

મળતી માહિતી મુજબ ઉનાવા ગંજ બજારમાં આવેલી દુકાન નં.૪૦ માં તસ્કરોએ ત્રાટકીને બંધ ઓફિસના દરવાજા ખોલી પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ ઓફિસમાં રહેલી તિજોરીનું લોક તોડી ડ્રોવરમાં રાખેલા રોકડા રૂપિયા ૫,૯૯,૦૦૦ ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે ઉનાવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. ચોરીની ઘટનાને પગલે પોલીસ હરકતમાં આવી હતી અને અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, ઉનાવા શનિદેવ મંદિર પાસે હાઈવે પર ત્રણ શંકાસ્પદ શખ્સો ઉભા છે. પોલીસે તુરંત જ સ્થળ પર પહોંચી કોર્ડન કરીને ત્રણ શખ્સોને પકડી પાડ્યા હતા. 

પૂછપરછ દરમિયાન આ શખ્સોએ માર્કેટ યાર્ડમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આરોપીઓ પાસેથી લાખોની રોકડ અને બાઈક જપ્ત પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી ૪,૦૫,૬૦૦ રોકડ રકમ, ૨૦,૦૦૦ ની કિંમતનું મોટરસાયકલ, ૩ નંગ મોબાઈલ ૩૦,૦૦૦ મળી કુલ મુદ્દામાલ રૂઊ ૪,૫૫,૬૦૦ સાથે (૧) રાજુજી ચતુરજી ઠાકોર ઉ.વ.૩૯, રહે. મોહનપુરા, ઉનાવા (૨) ડાહ્યાજી બાલાજી ઠાકોર ઉ.વ.૩૫ રહે. ડાભી છત્રીપુરા, ઉંઝા. (૩) કૌશિકજી રમેશજી ઠાકોર ઉ.વ.૨૦ રહે.ઉંઝાને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટેગ્સ:#legal action#Unawa APMC

સંબંધિત સમાચાર