રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા25 એપ્રિલ, 2025| Super Admin

કાશ્મીરના આંતકી હુમલાના વિરોધમાં વિરોધ; પાલનપુરની જુમ્મા મસ્જિદમાં મૃતકોની આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન

કાશ્મીરના આંતકી હુમલાના વિરોધમાં વિરોધ; પાલનપુરની જુમ્મા મસ્જિદમાં મૃતકોની આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન
કાળી પટ્ટી ધારણ કરી જુમ્માની નમાઝ પઢતા નમાઝીઓ; જમ્મુ કાશ્મીર પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલામાં નિર્દોષ ભારતીયો ના મોતથી સમગ્ર દેશમાં દુઃખની સૌથી મોટી ઘટના છે. સમગ્ર દેશમાં આંતકવાદીઓ સામે રોષ પ્રગટ થયો છે. જ્યારે ગતરોજ પાલનપુર ખાતે આવેલ સૌથી મોટી જુમ્મા મસ્જિદ ખાતે મુસ્લિમ બિરાદરોએ કાળી પટ્ટી બાંધી જુમવાની નમાજ અદા કરી હતી અને ત્યારબાદ સમગ્ર નમાજ પડનાર વ્યક્તિઓ દ્વારા બે મિનિટનું મૌન રાખી મૃતકો માટે દુઆ કરી હતી. જ્યારે પાલનપુર શહેર કાજી ઝહીરુદ્દીન સાહેબે આ ઘટનાને ખૂબ જ દુઃખદ ઘટના ગણાવી હતી અને આંતકવાદીઓ સામે કડક થી કડક સરકાર પગલાં લે અમે આપની સાથે છીએ તેવું જણાવ્યું હતું. જ્યારે માઈનોરીટીના કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અબરાર શેખે જણાવ્યું હતું કે, આ ખૂબ મોટી દુઃખદ ઘટના છે. અમારી સંવેદના મૃતકોની સાથે છે. દેશના પ્રધાનમંત્રી 140 કરોડ દેશવાસીઓની વાત કરે છે. તો દરેક 140 હિન્દુ મુસ્લિમ ભાઈઓ મૃતકોની સાથે છે. આ પ્રસંગે ફરીદભાઈ બલોચ, પરવેજ ભાઈ સિંધી, સાહિલભાઈ કુરેશી, મહમદભાઈ મન્સૂરી, ફજામિયા સિંધી, જાવેદભાઈ સલાટ,જુબેરભાઈ સલાટ, મહંમદ ભાઈ મન્સૂરી, સલીમભાઈ મનસુરી સહિત સમાજના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહી મૃતકોને સાંત્વના પાઠવી હતી. કોમી એકતા નું એક ઉત્તમ ઉદાહરણ ખાતે જોવા મળ્યું હતું. અવમાનવીય કૃત્યને વખોડી કાઢતી જમીયત ઉલમા બનાસકાંઠા; તાજેતરમાં જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલ આંતકી હુમલાને જમીયત ઉલમા બનાસકાંઠાના પ્રમુખ હઝરત મૌલાના અબ્દુલ કુદુસએ દુઃખ સાથે શોક વ્યક્ત કર્યો છે અને આવા કૃત્ય કરનારની સખત શબ્દોમાં નિંદા કરી છે. ૨૬ નિર્દોષ પર્યટકોની હત્યા (એક નિંદનીય અમાનવીય કૃત્ય છે) જેને કોઈ ધર્મ સાથે સરખાવી શકાય નહિ, કોઈ નિર્દોષ વ્યક્તિની અકારણ હત્યા તે સમસ્ત માનવતાની હત્યા છે. જમીયત ઉલમા બનાસકાંઠા પ્રભાવિત પરીવારોના દુઃખમાં સહભાગી છે અને ઘાયલોના સ્વસ્થ્યની પ્રાર્થના કરીએ છીએ. સરકારથી વિનંતી કરીએ છીએ કે, આવુ કૃત્ય કરનારની નિષ્પક્ષ ઝડપી તપાસ થાય, આવા તત્ત્વો દેશમાં ફરી આવુ કૃત્ય ન કરે તે માટે સખત સજા થાય તેવી માંગ કરી હોવાનું જનરલ સેક્રેટરી અતિકુરરહેમાન કુરેશીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

સંબંધિત સમાચાર