રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા24 ફેબ્રુઆરી, 2026| Super Admin

ડીસાના સમૌ મોટા ગામેથી બે ગેરકાયદેસર બંદૂકો ઝડપી

ડીસાના સમૌ મોટા ગામેથી બે ગેરકાયદેસર બંદૂકો ઝડપી
બનાસકાંઠા SOGએ 70 વર્ષીય વૃદ્ધની કરી ધરપકડ બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) એ મોટી સફળતા મેળવી છે. ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના સમૌ મોટા ગામેથી પોલીસે બે બંદૂકો સાથે એક 70 વર્ષીય ખેડૂતની અટકાયત કરી છે. ​ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી સરહદી રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને બનાસકાંઠા એસપી પ્રશાંત સુંબેની સૂચનાથી SOG પીઆઈ એસ.એમ. પટણીના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પીએસઆઈ જે.જે. સરવૈયાને ચોક્કસ બાતમી મળી હતી કે સમૌ મોટા ગામના પ્રભાતસિંહ રાયકરણજી જાદવ પોતાના ખેતરના જૂના મકાનમાં પરવાના વગરના હથિયારો છુપાવીને રાખ્યા છે. પોલીસે ​બાતમીવાળી જગ્યાએ પંચોની હાજરીમાં દરોડો પાડતા પોલીસને બે બન્દૂક મળી આવી હતી. સિંગલ બેરલ બંદૂક: 1 નંગ (કિંમત રૂ. 5,000) તેમજ ​ડબલ બેરલ બંદૂક: 1 નંગ (કિંમત રૂ. 5,000)​કુલ રૂ.10,000 નો મુદામાલ જપ્ત કરી તેની વિરુદ્ધ ​આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી ​પોલીસે 70 વર્ષીય આરોપી પ્રભાતસિંહ જાદવની ધરપકડ કરી તેમની વિરુદ્ધ આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ હથિયારો ક્યાંથી આવ્યા અને કયા હેતુ માટે રાખવામાં આવ્યા હતા તે દિશામાં ડીસા રૂરલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.    

સંબંધિત સમાચાર