રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા8 ડિસેમ્બર, 2024| Super Admin

બનાસકાંઠા જિલ્લાના ટ્રેકિંગ સ્થળોએ એન.સી.સી ગર્લ્સ કેડેટ માટે ટ્રેકિંગ કેમ્પ-૩નું કરાયું આયોજન

બનાસકાંઠા જિલ્લાના ટ્રેકિંગ સ્થળોએ એન.સી.સી ગર્લ્સ કેડેટ માટે ટ્રેકિંગ કેમ્પ-૩નું કરાયું આયોજન
અમદાવાદ, વડોદરા, જામનગર અને રાજકોટ ગ્રુપની ૫૧૦ એન.સી.સી ગર્લ્સ કેડેટએ કેમ્પમાં લીધો ભાગ ૩૫ ગુજરાત બટાલિયન, પાલનપુર દ્વારા એન.સી.સી ગર્લ્સ કેડેટ માટે વિમળા વિદ્યાલય ગઢ ખાતે ગુજરાત ટ્રેકિંગ કેમ્પ-૩નું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં અમદાવાદ, વડોદરા, જામનગર અને રાજકોટ ગ્રુપની ૫૧૦ એન.સી.સી ગર્લ્સ કેડેટએ ટ્રેનિંગ હેતુ ભાગ લીધો હતો. આ ૫૧૦ કેડેટએ જિલ્લામાં વિવિધ સ્થળોએ ટ્રેકિંગ કર્યું હતું જેમાં જેસોર હીલ, અંબાજી ગબ્બર અને રાણી ટૂંક ખાતે ટ્રેકિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે બાલારામ પેલેસ, ઉજાણી નેચરલ પાર્ક, દાંતીવાડા ડેમની પણ મુલાકાત લીધી હતી. ૩૫ ગુજરાત બટાલિયનના સ્ટાફ દ્વારા કેડેટોને પર્યાવરણના જતન અને સંરક્ષણ વિશે માહિતી આપવામાં આવી હતી. ટ્રેકિંગ દરમિયાન કેડેટોને જંગલી પ્રાણીઓ, પક્ષીઓ અને વિવિધ વૃક્ષો વિશે પણ સમજણ અપાઈ હતી. આ ટ્રેકના દરેક દિવસો ગુજરાતની કુદરતી સૌંદર્ય અને સાંસ્કૃતિક તત્વની આબેહુબ તસવીરો તમામ સહભાગીઓના હૃદયમાં કોતરતો એક આરોગ્યપ્રદ અને યાદગાર અનુભવ સાબિત થયો હતો. આ શિબિરનું સમાપન વાઈબ્રન્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે થયું હતું. જેમાં ભારતના સમૃદ્ધ વારસાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિવિધ પ્રદેશોના કેડેટ્સે પરંપરાગત નૃત્યો, ગીતો અને પોતાની સ્કીલ રજૂ કરી હતી જે રાષ્ટ્રની વિવિધતામાં એકતા દર્શાવે છે. કાર્યક્રમના અંતે કેડેટસને મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરીને પ્રોત્સાહિત કરાયા હતા. જિલ્લા કલેકટર મિહિર પટેલ અને વહીવટી તંત્ર દ્વારા કેડેટસ માટે તમામ સુવિધાઓ ઉભી કરાઈ હતી.

સંબંધિત સમાચાર