રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા3 ઑગસ્ટ, 2025| Super Admin

મોરિયા ખાતે ડાયરેકટર ઓફ પ્રોસીકયુશન ગાંધીનગર દ્વારા તાલીમ કાર્યક્રમ યોજાયો

મોરિયા ખાતે ડાયરેકટર ઓફ પ્રોસીકયુશન ગાંધીનગર દ્વારા તાલીમ કાર્યક્રમ યોજાયો
બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લાના તાલીમ કાર્યક્રમ માં પોલીસ, વકીલો, તબીબો, મામલતદાર રહ્યા હાજર બનાસકાંઠાના પોલીસ અધિકારીઓ ગેરહાજર રહેતા વકીલોએ દર્શાવી નારાજગી; પાલનપુરની મોરિયા મેડિકલ કોલેજ ખાતે ડાયરેકટર ઓફ પ્રોસિક્યુશન ગાંધીનગર દ્વારા એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બનાસકાંઠા ના એક પણ પોલીસ અધિકારી ઓ હાજર ન રહેતા વકીલોએ નારાજગી વ્યક્ત કરી હતી. બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લાના વકીલો, ડોકટરો, પોલીસ, મામલતદારો માટેની એક દિવસીય તાલીમ યોજાઈ હતી. જેમાં ત્રણે જિલ્લાના ઉપસ્થિત અધિકારી ઓને ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુશન ગાંધીનગર દ્વારા કાનૂની સલાહ આપવામાં આવી હતી. મામલતદાર, ડોક્ટરો, વકીલ અને પોલીસ માટેના કાનૂની સલાહ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાના એક પણ પોલીસ અધિકારી હાજર રહ્યા ન હતા. જેની સામે સરકારી વકીલ ડી.પી.પટેલ સહિતના વકીલોએ નારાજગી વ્યકત કરી હતી. ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ સહિતના 20 પોલીસ અધિકારીઓની યાદી પણ ગાંધીનગરથી મોકલાઈ હતી. તેમ છતાં તાલીમ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ હાજર રહ્યા ન હતા. પોલીસ અધિકારી ઓ હાજર ન રહેતા સરકારી વકીલોએ વાંધો ઉઠાવ્યો હતો. ગેરહાજર રહેલા પોલીસ અધિકારીઓ પાસેથી ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનમાં રજૂઆત કરી અને ખુલાસો માંગવામાં આવશે તેવું સરકારી વકીલોએ જણાવ્યું હતું. જોકે, આજની તાલીમમાં ડાઇંગ ઓફ ડેક્લેરેશન, પીએમ નોટ, ઇન્વેસ્ટિગેશન અને પ્રોસિક્યુશન સહિતનું ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં ત્રણે જિલ્લાના સંબંધિત અધિકારીઓ, ડોક્ટરો અને વકીલો ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર