રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા19 મે, 2025| Super Admin

ડીસાની ભોપાનગર રેલવે ફાટકે ટ્રાફીક ચક્કાજામ; ગરમીમાં જન આક્રોશ ભભૂક્યો

ડીસાની ભોપાનગર રેલવે ફાટકે ટ્રાફીક ચક્કાજામ; ગરમીમાં જન આક્રોશ ભભૂક્યો
સૈદ્ધાંતિક મંજૂરી મળ્યાને બે વર્ષ ઉપરાંતનો સમય થવા છતાં કામ શરૂ ન થતા ગરમીમાં જન આક્રોશ ભભૂક્યો; બનાસકાંઠા જિલ્લાના તાલુકા અને વેપારી મથક ડીસાને અડીને આવેલ ભોપાનગર રેલવે ફાટકે ઓવરબ્રિજ બનાવવા સરકાર તરફથી સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે પણ તેને બે વર્ષ ઉપરાંતનો સમય થયો છે. તેમ છતાં કામ ચાલુ ન થતા રોજીંદા ટ્રાફીક જામમાં કલાકો સુધી અટવાઈ ગરમીમાં શેકાતા લોકોએ સરકાર અને નબળી નેતાગીરી સામે ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો. ડીસાથી પાટણ જિલ્લો અને સૌરાષ્ટ્ર -કાઠિયાવાડને જોડતો એકમાત્ર નેશનલ હાઇવે નં. ૨૬ પસાર થાય છે. જે હાઇવે ઉપર રાત- દિવસ વાહનોનો ભારે ઘસારો રહે છે પરંતુ હાઇવે ઉપર ડીસાના ભોપાનગર પાસે આવેલી રેલવે ફાટક મુસાફરો, વાહન ચાલકો સહિત આમ પ્રજા માટે માથાનો દુખાવો બની ગઈ છે. અવારનવાર ફાટક બંધ રહેતી હોવાના કારણે ફાટકની બંને સાઈડે વાહનોની લાંબી લચક લાઈનો લાગી જાય છે. જેથી ટ્રાફિક ચક્કાજામ થતા મુસાફરો અને વાહન ચાલકોને કાળઝાળ ગરમીમાં કલાકો સુધી ટ્રાફિકમાં અટવાવું પડે છે. તેમાં પણ ઘણી વખત બે બે માલગાડીની આવન જાવનથી મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠે છે. ટ્રેન કે માલગાડી નીકળી ગયા પછી પણ ફાટક ખોલવામાં થતો વિલંબ અસહ્ય થઈ પડે છે. અધૂરામાં પૂરું, ફાટક ખુલતા જ વહેલા નીકળી જવાની હોડમાં બંને બાજુથી વાહનો સામસામે આવી જતા સમયનો ભારે દુર્વ્યય થાય છે. તેમાં પણ ઈમરજન્સી કેસના બીમાર દર્દીનું તો આવી જ બને છે. તેથી કાયમી બનેલ ટ્રાફિક ચક્કાજામની સમસ્યાથી ગરમીમાં શેકાતા લોકોએ ઉગ્ર આક્રોશ ઠાલવી જણાવ્યું હતું કે વર્ષોની માંગણી બાદ સરકારે અહીં ઓવરબ્રિજ બનાવવાના કામને એપ્રિલ- 2023 માં સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી પણ પાછળથી બજેટમાં કોઈ જોગવાઈ કરાઈ નહતી. નબળી નેતાગીરીને લઈ સરકાર પણ બ્રિજ મુદ્દે અખાડા કરતી હોવાના ગંભીર આક્ષેપો કરી સત્વરે બ્રિજનું કામ શરૂ કરવાની માંગ પણ કરી હતી. રેતી ભરેલા વાહનો ટ્રાફીક સમસ્યા વકરાવે છે; ડીસામાંથી પસાર થતી બનાસ નદીના પટમાંથી ઉલેચાતી રેતી લાંબા ટ્રેઇલર અને ડંપરો મારફત છેક રાજસ્થાન જાય છે. જેથી આ વાહનોના કારણે ફાટક ખુલ્લી હોવા છતા ટ્રાફીક જામ થાય છે. તેથી રેતી ભરેલા વાહનો અન્ય રસ્તે હંકારવામાં આવે તો ફાટકે ટ્રાફીક સમસ્યા હળવી થાય તેમ છે. ત્યારે આ દિશામાં તંત્ર કાર્યવાહી કરી બ્રિજનું કામ સત્વરે શરૂ કરાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

સંબંધિત સમાચાર