રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
પાટણ31 મે, 2025| Super Admin

પાટણ પાલિકા સત્તાધીશોની નિષ્ક્રિયતાને લઈને પારાવાર મુશ્કેલી ભોગવી રહેલા નગરજનો

પાટણ પાલિકા સત્તાધીશોની નિષ્ક્રિયતાને લઈને પારાવાર મુશ્કેલી ભોગવી રહેલા નગરજનો
ભૂગર્ભ ગટરો ચોક અપ, પાણીની પાઇપલાઇનો માં ભંગાણ સાથે ગંદકીના સામ્રાજય થી રોગચાળો ફેલાવવાની ભીતી પાલિકા સત્તાધીશો દ્વારા તાત્કાલિક ધોરણે શહેરીજનોની સુખાકારી માટે સમસ્યાઓના નિરાકરણ લાવે તેવી માંગ ઉઠી પાટણ નગરપાલિકાના સત્તાધીશોની નિષ્ક્રિયતાને લઈને પાટણના નગરજનો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોય તેવી અનુભૂતિ કરી રહ્યા છે. પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં ઉભરાતી ભુગર્ભ ગટર લાઈનો, ઠેર ઠેર ચાલતી અંડરગ્રાઉન્ડ વાયરીંગ ની કામગીરી દરમિયાન માર્ગોની દુર્દશા, શહેરના રમતગમત સંકુલ માર્ગ પર સર્જાયેલી અસહ્ય ગંદકી અને વારંવાર ભંગાણ સજૉતી શહેરના વિસ્તારોની પીવાના પાણીની પાઈપ લાઈનો ની સમસ્યાઓનો પાલિકા સત્તાધીશો દ્વારા કાયમી ઉકેલ નહીં લવાતાં પાલિકા સત્તાધીશો સામે શહેરીજનોમાં નારાજગી સાથે રોષ જોવા મળી રહ્યો છે. પાટણ શહેરમાં સિદ્ધપુર ચાર રસ્તા નજીક જિલ્લા પોલીસવડા ની કચેરીના પ્રવેશદ્વાર આગળ જ છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર લાઈન ચોક અપ બની હોય દુષિત પાણી માગૅ પર રેલાવાના કારણે આ માર્ગ પર થી પસાર થતાં રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે તો શહેરના બગવાડા દરવાજા નજીક અંડર ગ્રાઉન્ડ વાયરીંગ ની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી પૂર્ણ થયા બાદ માર્ગ પર ખોદેલા ખાડાઓ નું સુવ્યવસ્થિત રીતે પુરાણ ન કરાતા અને આ માર્ગો પરથી હેવી વાહનો પસાર થતા હોવાના કારણે ગાંધીબાગ તરફ જતી પાણીની મુખ્ય પાઇપ લાઇનમાં ભંગાણ સર્જાતા પાલિકાના વોટર વર્ક શાખાના કર્મચારીઓ દ્વારા જીસીબી મશીન ની મદદથી ખોદકામ કરી ભંગાણ પીવાની પાણીની પાઈપ લાઈન નું સમાર કામ હાથ ધરતા આ તરફનો માર્ગ બંધ કરવાની ફરજ પડતાં વાહન ચાલકો અને  રાહદારીઓને ના છુટકે તિરુપતિ માર્કેટ ના માગૅ નો સહારો લેવાની ફરજ પડતાં તિરૂપતિ માર્કેટ વિસ્તારમાં વરવા ટ્રાફિકના દ્રશ્યો જોવા મળ્યા હતા. તો શહેરના અનાવાડા રોડ પર રમતગમત સંકુલની દિવાલને અડીને અસહ્ય ખડકાયેલા ગંદકીના ઢગલા અને દૂષિત પાણીના રેલા ના કારણે આ વિસ્તારના લોકોમાં રોગચાળો ફેલાવવાની ભીતી ઉભી થવા પામી છે. પાટણ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા પાટણ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાની સાથે શહેરી જનોની સમસ્યા નું ત્વરિત નિરાકરણ લાવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.

સંબંધિત સમાચાર