રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા14 ઑગસ્ટ, 2025| Super Admin

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં દેશ ભક્તિના માહોલ સાથે થરાદમાં યોજાઈ તિરંગા યાત્રા

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં દેશ ભક્તિના માહોલ સાથે થરાદમાં યોજાઈ તિરંગા યાત્રા
ઓપરેશન સિંદૂર નવા ભારતની ઓળખ બન્યું છે:- અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી "ભારત માતા કી જય અને વંદે માતરમ’’ના નારા સાથે થરાદ નગર દેશ ભક્તિના રંગે રંગાયુ; વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં આજરોજ થરાદ શહેર ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. થરાદ શહેરમાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં આયોજિત આ તિરંગા યાત્રામાં બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. તિરંગા યાત્રા પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે,આજે હર ઘર તિરંગા યાત્રામાં હજારોની સંખ્યામાં થરાદના નગરજનો દેશભક્તિના રંગે રંગાયા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દેશભક્તિ અને સ્વદેશીપણાના સંકલ્પના ભાવ સાથે નાગરિકોએ તિરંગાને આન, બાન અને શાનથી પરંપરાગત રીતે ઉજવણી કરી છે. તેમણે જણાવ્યું કે, ઓપરેશન સિંદૂર નવા ભારતની ઓળખ બન્યું છે. ઓપરેશન સિંદૂરે દેશના નાગરિકોમાં સ્વમાન અને સ્વાભિમાન જગાડ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશની સેનાએ સફળતાપૂર્વક ઓપરેશન સિંદૂર ચલાવ્યું છે જે દેશ માટે ગૌરવની બાબત છે. "હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ" ની થીમ આધારે આ તિરંગા યાત્રા રેફરલ ત્રણ રસ્તા થરાદ ખાતેથી લઈને હનુમાન ગોળાઈ ચોક સુધી યોજાઈ હતી. તિરંગા યાત્રામાં ૧૦૦૦ ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. પોલીસ જવાનો દ્વારા પોલીસ બેન્ડ, ઘોડેસવારી પ્લાટૂન સહિત દરેક નાગરિકના હાથમાં રાષ્ટ્ર ધ્વજ સાથે ભારત માતા કી જય અને વંદે માતરમ’’ના નારા સાથે થરાદ નગર દેશ ભક્તિના રંગે રંગાયુ હતું. તિરંગા યાત્રાને રસ્તા પર નાગરિકોએ બહોળો પ્રતિસાદ આપ્યો હતો. નાગરિકોએ તિરંગા યાત્રાના વધામણા પણ કર્યા હતા.

સંબંધિત સમાચાર