રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા4 જાન્યુઆરી, 2025| Super Admin

રોયલ્ટી પાસ વગર ગેરકાયદે રેતી ભરી જતાં ત્રણ ડમ્પર ટ્રકને ઝડપી લીધાં : 90.60 લાખનો મુદ્દામાલ જપ્ત

રોયલ્ટી પાસ વગર ગેરકાયદે રેતી ભરી જતાં ત્રણ ડમ્પર ટ્રકને ઝડપી લીધાં : 90.60 લાખનો મુદ્દામાલ જપ્ત

મહેસાણા જિલ્લાના ઊંઝા, જોટાણા, વિજાપુર, સતલાસણા સહિતના પંથકમાં ગેરકાયદે ખનિજ ચોરી જતાં આસામીઓ બેફામ બન્યા છે. આજે મહેસાણા ભૂસ્તર તંત્રની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ઊંઝાના મહેસાણા હાઈ વે પરના મોટીદાઉ નજીકથી અને જોટાણાના સાંથલ રોડ પરથી રોયલ્ટી પાસ વગર ગેરકાયદે રેતી ભરી જતાં ત્રણ ડમ્પર ટ્રકને ઝડપી લીધાં હતા. તંત્રએ વાહન માલિકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહેસાણા જિલ્લામાં વધતી જતી ખનિજચોરી સ્થાનિક ભૂસ્તર તંત્ર માટે માથાના દુખાવા સમાન બની છે. ખાણ ખનિજ તંત્રની ટીમે ઊંઝાના મહેસાણા હાઈવે પર પેટ્રોલિંગ દરમિયાન પૂર્વબાતમીના આધારે ગેરકાયદે એટલે કે પાસ- પરમીટ વગર સાદી રેતી ખનિજ ભરી જતાં બે ડમ્પર ટ્રકને મોટીદાઉ પાસેથી દબોચી લીધાં હતા. જે બન્ને ગાડીને સલામત સ્થળે મુકવામાં આવ્યાં હતા. જ્યારે જોટાણા તાલુકાના સાંથલ રોડ પરથી રોયલ્ટી પાસ વગર રેતી ભરી જતાં એક ડમ્પર ટ્રકને ઝડપી લીધો હતો. જે ડમ્પર ટ્રકને સાંથલ પોલીસ સ્ટેશન ખાતે મુકાવી દીધો હતો. મહેસાણા ભૂસ્તર ટીમે ખનિજચોરી જતાં ત્રણ ડમ્પર, રેતી મળીને રૂપિયા 90.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું ભૂસ્તર અધિકારીએ જણાવ્યું હતુ.

સંબંધિત સમાચાર