રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા18 જૂન, 2025| Super Admin

અંબાજી તીર્થધામ ખાતે આજથી ત્રિદિવસીય ગાઈડ તાલીમનો થયો પ્રારંભ

અંબાજી તીર્થધામ ખાતે આજથી ત્રિદિવસીય ગાઈડ તાલીમનો થયો પ્રારંભ
યાત્રિકલક્ષી સુવિધાઓના વિકાસ માટે અંબાજી ખાતે સુશિક્ષિત ગાઈડ તૈયાર કરાશે આગામી સમયમાં શ્રી અંબાજી તીર્થનો સર્વાંગી વિકાસ થવા જઈ રહ્યો છે ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અહી વધુને વધુ યાત્રિકલક્ષી સુવિધાઓનો વિકાસ થાય એ માટે સતત સક્રિય છે. વિવિધ સ્તરે થઈ રહેલ વિકાસનો લાભ સ્થાનિક લોકોને થાય એ અતિ આવશ્યક છે. જે હેતુસર શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને અતુલ્ય વારસો, ગાંધીનગર સાથે મળીને અંબાજી ખાતે તીર્થ દર્શન સરકીટ રૂટ ડીઝાઈન કરવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે આગામી સમયમાં શ્રી અંબાજી ધામ અને જોવાલાયક સ્થળો તેમજ યાત્રિક સુવિધાઓની આધારભૂત માહિતી મળી શકે એ માટે સુશિક્ષિત ગાઈડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આજથી શ્રી અંબિકા સંસ્કૃત મહા વિદ્યાલય ખાતે ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેકટર  કૌશિક મોદીના વરદ્ હસ્તે ત્રિદિવસીય ગાઈડ તાલીમનો આરંભ કરવામાં આવ્યો હતો. આ ઉદ્દઘાટન સત્રમાં શ્રી અંબાજી ટ્રસ્ટના પદાધિકારીઓ સહીત સ્થાનિક વિસ્તારના કુલ ૫૦થી વધારે સભ્યોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ટ્રસ્ટના વહિવટદાર કૌશિક મોદી, અતુલ્ય વારસાના સંસ્થાપક કપિલ ઠાકર, પ્રવાસન નિષ્ણાંત ગૌતમ પોપટ, લેખક-સંશોધક વર્ષાબેન ભટ્ટ દ્વારા પ્રારંભિક વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું.

સંબંધિત સમાચાર