રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા8 ઑક્ટોબર, 2026| Super Admin

ખેરાલુના લુણવા ગામે ગોગામહારાજ મંદિરમાં ત્રાટક્યા તસ્કરો: 11 લાખના મુદ્દામાલની ચોરી

ખેરાલુના લુણવા ગામે ગોગામહારાજ મંદિરમાં ત્રાટક્યા તસ્કરો: 11 લાખના મુદ્દામાલની ચોરી

મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના લુણવા ગામે આવેલા પવિત્ર ગોગામહારાજના મંદિરમાં તસ્કરોએ ત્રાટકીને લાખો રૂપિયાની ચોરીને અંજામ આપ્યો હોવાની ઘટના સામે આવી છે. રાત્રીના સુમારે અજાણ્યા તસ્કરોએ બંધ મંદિરનું તાળું તોડીને ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો હતો અને મંદિરમાં રહેલી કિંમતી વસ્તુઓને નિશાન બનાવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, તસ્કરો મંદિરમાંથી ચાંદી અને તાંબાના છત્તર તેમજ આસ્થાના પ્રતિક સમાન નાગ મૂર્તિઓ સહિત કુલ અંદાજે રૂપિયા 11 લાખના લાખોના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. સવારે મંદિરના દરવાજા ખુલ્લા અને સામાન અસ્તવ્યસ્ત જોતા આખી ઘટના પ્રકાશમાં આવી હતી, જેને લઈને સ્થાનિક ગ્રામજનો અને ભક્તોમાં ભારે રોષ અને ચિંતા ફેલાઈ ગઈ છે.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સીસીટીવી ફૂટેજ તેમજ ડોગ સ્ક્વોડની મદદથી તસ્કરોને ઝડપી પાડવા માટે સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ધાર્મિક સ્થળો પર સતત વધી રહેલી ચોરીની ઘટનાઓથી લોકોમાં સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

સંબંધિત સમાચાર