રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા6 ઑક્ટોબર, 2026| Super Admin

ઊંઝા બસ સ્ટેન્ડ પાસે ગંદકી અને દબાણનું સામ્રાજ્ય : મુસાફરો મુશ્કેલીમાં

ઊંઝા બસ સ્ટેન્ડ પાસે ગંદકી અને દબાણનું સામ્રાજ્ય : મુસાફરો મુશ્કેલીમાં

એસ.ટી.ડેપો મેનેજરે મામલતદાર સહિત સબંધિત તંત્રને કરી લેખિત રજૂઆત

ઊંઝા ડેપો બસ સ્ટેન્ડની બાજુમાં આવેલા મ્યુનિસિપલ કોમ્પ્લેક્સના વેપારીઓ દ્વારા ગેરકાયદે દબાણ અને અસ્વચ્છતા ફેલાવવામાં આવતી હોવાનો ડેપો મેનેજરે ગંભીર આરોપ લગાવ્યો છે. આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા મામલતદાર કચેરી સહિત વિવિધ સબંધિત વિભાગોમાં રજૂઆત કરવામાં આવી છે.

ઊંઝા એસ.ટી ડેપોની બાજુમાં આવેલા મ્યુનિસિપલ કોમ્પ્લેક્સના દુકાનદારો દ્વારા ડેપોની હદમાં નિયમ કરતાં વધુ જગ્યા રોકીને વપરાશ કરવામાં આવી રહ્યો છે. બસ સ્ટેન્ડ નજીક ખુલ્લામાં નાસ્તાના ટેબલો મૂકીને આરોગ્ય માટે હાનિકારક અને ખુલ્લી વાનગીઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. મુસાફરોની અવરજવરના રસ્તા પર ચાની લારીઓ, સ્ટેજ અને બેસવાની બેન્ચો મૂકી દેવાતાં મુસાફરોને આવવા-જવામાં ભારે અડચણ પડી રહી છે. ચા અને નાસ્તાના કપ તેમજ પ્લાસ્ટિકના પેકેટો ગટર લાઇન નજીક ફેંકવામાં આવતાં ગટરો જામ થઈ ગઈ છે. ગટરના ગંદા પાણી રસ્તા પર ઊભરાઈને ફેલાઈ રહ્યા છે, જેના કારણે ભારે દુર્ગંધ મારી રહી છે. રોજિંદા ૨૦ હજારથી વધુ મુસાફરોની અવરજવર ધરાવતા અને હાઇવે પર આવેલા આ મહત્વના ડેપો વિસ્તારમાં ગંદકીના કારણે મોટો રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ સેવાઈ રહી છે.

એસ.ટી.ડેપો તંત્ર દ્વારા દુકાનદારોને રુબરૂમાં ગંદકી અને દબાણ ન કરવા વારંવાર સમજાવવામાં આવ્યા હોવા છતાં તેમના વર્તનમાં કોઈ સુધારો આવ્યો નથી. ઉલટાનું વેપારીઓ "અમારી માલિકીની દુકાનમાં વેપાર કરીએ છીએ" તેમ કહીને કર્મચારીઓ સાથે ઝઘડો કરી રહ્યા છે. "શુભ યાત્રા સ્વચ્છ યાત્રા" અભિયાન અંતર્ગત આરોગ્ય વિષયક ગંભીરતા દાખવી તંત્ર દ્વારા ત્વરિત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર