રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા5 ઑક્ટોબર, 2026| Super Admin

ઉંઝા ઉમિયાધામના નવા પ્રમુખ: પૂર્વ આઈએએસ મહેન્દ્રભાઈ પટેલની સર્વાનુમતે વરણી

ઉંઝા ઉમિયાધામના નવા પ્રમુખ: પૂર્વ આઈએએસ મહેન્દ્રભાઈ પટેલની સર્વાનુમતે વરણી

મુકેશભાઈ પટેલને સંસ્થાનના માનદ મંત્રી તરીકેની જવાબદારી સોંપાઈ

વિશ્વભરના કડવા પાટીદાર સમાજની સર્વોચ્ચ સંસ્થા શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાની કારોબારી સભા ઉમેશ્વર હોલ ખાતે મળી હતી. આ કારોબારી સભામાં સંસ્થાનના નવા પ્રમુખ તરીકે પૂર્વ આઇએએસ અધિકારી મહેન્દ્રભાઈ એસ.પટેલની સર્વાનુમતે નિયુક્તિ કરવામાં આવી છે. નવનિયુક્ત પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ હાલ સંસ્થાનમાં ટ્રસ્ટી તરીકે સેવાઓ આપી રહ્યા છે. તેઓ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા વર્ષ ૨૦૦૯માં આયોજિત '૧૮મી શતાબ્દી રજત જયંતી મહોત્સવ' અને વર્ષ ૨૦૧૯માં આયોજિત ઐતિહાસિક 'લક્ષચંડી મહાયજ્ઞ'માં પ્રોજેક્ટ ચેરમેન તરીકે અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા સફળતાપૂર્વક નિભાવી ચૂક્યા છે.

આ કારોબારી બેઠકમાં સંસ્થાનના અન્ય હોદ્દેદારો અંગે પણ મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જે અંતર્ગત ઉમિયા માતાજી સિદસરના પ્રમુખ અને દાતા શ્રેષ્ઠી મૌલેશભાઈ ઉકાણીને શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝામાં ઉપપ્રમુખ તરીકે યથાવત રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ઉમિયા ધામ અંબાજીના નામકરણ દાતા બાબુભાઈ પટેલની પણ ઉપપ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે સંસ્થાનના સક્રિય સહમંત્રી મુકેશભાઈ એ.પટેલને સંસ્થાનના માનદ મંત્રી તરીકેની જવાબદારી સોંપાઈ છે.

 નવનિયુક્ત પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, મારા માટે સફળતાનો અર્થ માત્ર મોટા પ્રોજેક્ટ કે મોટી સિદ્ધિઓ નહીં હોય. મારા માટે સફળતા ત્યારે જ હશે જ્યારે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિના ચહેરા ઉપર સ્મિત આવશે, જ્યારે કોઈ યુવાનને યોગ્ય માર્ગદર્શન મળશે, જ્યારે કોઈ બાળકને શિક્ષણની તક મળશે અને જ્યારે સમાજનો કોઈ વ્યક્તિ ગૌરવથી કહેશે કે આપણી સંસ્થા ખરેખર સમાજની સેવા કરી રહી છે એ દિવસ મારા માટે સૌથી અને મારી ટીમ માટે સૌથી સફળતાનો દિવસ હશે. સૌ સાથે મળીને સંસ્થાનની ધાર્મિક અને સામાજિક ઉત્કર્ષની વિવિધ પ્રવૃત્તિઓને વધુ વ્યાપક બનાવવા પ્રયત્ન કરવામાં આવશે.

સંબંધિત સમાચાર