રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા2 માર્ચ, 2025| Super Admin

ટાકરવાડાથી અંબિકાનગર (અમદાવાદ) ની શરૂ કરાયેલ બસને ગઢ સુધી લંબાવવાની માંગ ઉઠી

ટાકરવાડાથી અંબિકાનગર (અમદાવાદ) ની શરૂ કરાયેલ બસને ગઢ સુધી લંબાવવાની માંગ ઉઠી
ગઢથી અમદાવાદ રૂટની આ બસને વર્ષો અગાઉ બંધ કરાઇ હતી; અમદાવાદને જોડતી બસ શરૂ કરાય તો ગઢ પંથકના લોકોને ફાયદો થઇ શકે; પાલનપુર તાલુકાના ગઢ ગામથી અમદાવાદને જોડતી ગઢ -અંબિકાનગર એસટી બસ વર્ષો અગાઉ ચાલતી હતી પરંતુ એસટી વિભાગ દ્વારા આ બસને એકાએક બંધ કરી દેવામાં આવી હતી અને ફરી આ બસ ટાકરવાડાથી અંબિકાનગર સુધીની બસ શરૂ કરવામાં આવી છે ત્યારે આ બસને ગઢ ગામ સુધી લંબાવવાની માંગ ઉઠી છે. પાલનપુર તાલુકાના સૌથી મોટા ગઢ ગામ તેમજ આજુબાજુના ગામના લોકો ધંધાર્થે અમદાવાદ સાથે સંકળાયેલા છે તેમજ કેટલાક લોકો અમદાવાદ સ્થાઇ થયેલા હોઇ એસટી નિગમ દ્વારા વર્ષો પહેલા ગઢથી અંબિકાનગર (અમદાવાદ) રૂટની બસ ચલાવવામાં આવતી હતી. જેને સારા એવા મુસાફરો પણ મળતા હતા પરંતુ એસટી નિગમે આ બસ બંધ કરી દીધી હતી જેને લઇ ગઢ વિસ્તારમાં લોકોને અમદાવાદ જવા માટે પાલનપુર સુધી લાંબા થવું પડી રહ્યુ છે જોકે એસટી નિગમે ગઢ રૂટથી બંધ કરેલ બસ ટાકરવાડાથી શરૂ કરી છે ગઢ વિસ્તારના લોકોને આ બસનો લાભ મળી રહે તે માટે ટાકરવાડા અંબિકાનગર (અમદાવાદ) બસને ગઢ સુધી લંબાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ત્યારે પાલનપુર વિભાગીય એસટી નિયામક આ બાબતે યોગ્ય નિર્ણય કરે તેવો લોકોનો સુર ઉઠવા પામ્યો છે.

સંબંધિત સમાચાર