બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મુડેઠા ગામ નજીક એક ટ્રેલર હાઈવે પરથી નીચે ઉતરી ગયું હતું. આ ઘટનામાં સદનસીબે ટ્રેલર ચાલકનો આબાદ બચાવ થયો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર, ડીસાથી થરા તરફ જઈ રહેલા ટ્રેલરના ચાલકે અચાનક સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે ટ્રેલર હાઈવે રોડની બાજુમાં આવેલી ચોકડીમાં ખાબક્યું હતું.આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બાદમાં ક્રેનની મદદથી ટ્રેલરને બહાર કાઢવામાં આવ્યું હતું.
મુડેઠા નજીક ટ્રેલર હાઈવે પરથી ઉતર્યું:ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો

સંબંધિત સમાચાર
બનાસકાંઠાશ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ (ડીસા) ખાતે BNSS વિષય ઉપર ગેસ્ટ લેક્ચરનું આયોજન
15 કલાક પહેલા
બનાસકાંઠાડીસા ખાતે સિંચાઈ વિભાગના મદદનીશ અધિક્ષક લાંચ લેતા ઝડપાયા
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા કોલેજ સંકુલમાં થેલેસેમિયા સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન
1 દિવસ પહેલા
બનાસકાંઠાચેક બાઉન્સમાં કોર્ટનો કડક ચુકાદો: મૂળ રકમ આપ્યા પછી પણ લટકતી રહેશે વળતરની તલવાર !
1 દિવસ પહેલા
