રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ઉત્તર ગુજરાત11 જુલાઈ, 2026| Super Admin

લો બોલો! ડીસામાં ટ્રાફિક પોલીસ ગાયબ, નશામાં ચકચૂર શખ્સે હાથમાં ધોકો લઈ કર્યું ટ્રાફિક સંચાલન

લો બોલો! ડીસામાં ટ્રાફિક પોલીસ ગાયબ, નશામાં ચકચૂર શખ્સે હાથમાં ધોકો લઈ કર્યું ટ્રાફિક સંચાલન

ડીસાના મુખ્ય બજાર વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થાની એક ચોંકાવનારી અને હાસ્યાસ્પદ તસવીર સામે આવી છે. સામાન્ય રીતે જે વિસ્તારમાં વાહનોની ભારે અવરજવર રહે છે અને જ્યાં ટ્રાફિક પોલીસ તેમજ ટીઆરબી જવાનો તૈનાત હોય છે, ત્યાં શનિવારે બપોરે એક અજીબોગરીબ દ્રશ્ય જોવા મળ્યું હતું. ટ્રાફિક પોલીસની ગેરહાજરીનો ફાયદો ઉઠાવીને એક નશામાં ધૂત અથવા અર્ધપાગલ અવસ્થામાં રહેલો વ્યક્તિ રસ્તા પર ઉતરી આવ્યો હતો અને ટ્રાફિક નિયમન કરવા લાગ્યો હતો.​ડીસાના હાર્દ સમાન મહાત્મા ગાંધીના પુતળા નજીક બપોરના સમયે આ ઘટના ઘટી હતી. આ અજાણ્યો શખ્સ હાથમાં લાકડાનો મોટો ધોકો લઈને રસ્તાની વચ્ચે ઊભો રહી ગયો હતો અને ત્યાંથી પસાર થતા રાહદારીઓ તેમજ વાહનચાલકોને ધમકાવીને રસ્તામાંથી દૂર ખસી જવા ઈશારા કરતો હતો. તેના હાથમાં લાકડાં નો ધોકો હોવાના કારણે વાહનચાલકો અને પગપાળા જતા લોકોમાં ભારે ભયનો માહોલ ફેલાયો હતો. આ શખ્સ રસ્તા પરથી પસાર થતા લોકોને જેમ તેમ બોલી રહ્યો હતો, જેના કારણે બજારમાં થોડા સમય આ દ્રશ્ય જોવા માટે લોકો પણ ઉભા રહેતા હતા 
​મુખ્ય બજાર જેવા સંવેદનશીલ અને વ્યસ્ત વિસ્તારમાં ભરબપોરે ટ્રાફિક પોલીસ કેમ ગેરહાજર હતી? અને આવા અસામાજિક કે અર્ધવિક્ષિપ્ત તત્વો ધોકા સાથે જાહેરમાં ફરીને લોકોને ડરાવે ત્યાં સુધી પોલીસ શું કરી રહી હતી? તેવા અનેક વેધક સવાલો સ્થાનિક લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે. ડીસાની ટ્રાફિક પોલીસ આ બાબતે જાગશે ખરી?

સંબંધિત સમાચાર