રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા30 ઑગસ્ટ, 2025| Super Admin

ડીસાના ગાંધી ચોકમાં ચોરીની ઘટનાથી વેપારીઓમાં ફફડાટ

ડીસાના ગાંધી ચોકમાં ચોરીની ઘટનાથી વેપારીઓમાં ફફડાટ
પોલીસની નિષ્ક્રિયતા સામે આક્રોશ છવાયો; ડીસા શહેરમાં ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે, જેના કારણે વેપારીઓ ભયના માહોલમાં જીવી રહ્યા છે. બે દિવસ પહેલા જ ગાંધી ચોક વિસ્તારમાં ચોરીની ઘટના બન્યા બાદ વેપારીઓએ દક્ષિણ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. પરંતુ, ફરી એકવાર આ જ વિસ્તારમાં ચોરીની બીજી ઘટના બનતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોરી કરતા શખ્સના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે વેપારીઓએ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા છે. ડીસામાં નાઈટ પેટ્રોલિંગ કરતી પોલીસની નિષ્ક્રિયતા સામે વેપારીઓનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. વેપારીઓનું કહેવું છે કે પોલીસ યોગ્ય કાર્યવાહી કરતી નથી, જેના કારણે ચોર ટોળકી બેફામ બની છે. જો આગામી સમયમાં આ મામલે કડક કાર્યવાહી નહીં થાય તો વેપારીઓએ જિલ્લા પોલીસ વડાને રૂબરૂ મળીને રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ ઘટનાને પગલે, પોલીસે નાઈટ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવાની અને ગુનેગારોને ઝડપી પાડવાની માંગણી વેપારીઓએ કરી છે.

સંબંધિત સમાચાર