રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા4 ઑગસ્ટ, 2025| Super Admin

ડીસાના જીઆઈડીસી વિસ્તારમાં થયેલ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો

ડીસાના જીઆઈડીસી વિસ્તારમાં થયેલ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો
દક્ષિણ પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો; ડીસા દક્ષિણ પોલીસની વધું એક પ્રશંસનીય કામગીરી જોવા મળી છે.જેમાં જીઆઈડીસી વિસ્તારમાં થયેલ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી એક શખ્સને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલાયો છે. ડીસા જીઆઈડીસી વિસ્તારમાં બે દિવસ પહેલા  એક સાથે ત્રણ દુકાનના તાળા તોડી તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. જેમાં બે દુકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો અને અને એક દુકાનનું તાળું તોડવામાં નિષ્ફળ રહ્યા હતા. જીઆઈડીસી વિસ્તારમાં થયેલ ચોરીનો એક આરોપી ડીસાના ટેકરા વિસ્તારમાં ફરતો હોવાની માહિતી મળતા દક્ષિણ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ચોરીના કેસમાં સંડોવાયેલા શખ્સને ઝડપી પાડી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પકડાયેલ શખ્સ પાસેથી પોલીસે 22.500 નો મુદ્દામાલ પણ કબજે કર્યો અને ચોરીમાં અન્ય શખ્સ હોવાનું પણ પકડાયેલ શખ્સ દ્વારા કબુલાત કરવામાં આવી હતી ત્યારે પોલીસે ચોરીમાં સંડોવાયેલા ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ડીસા જીઆઈડીસી વિસ્તારમાં થયેલ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી લેવાતાં દક્ષિણ પોલીસની કામગીરીની પ્રશંસા જોવા મળી રહી છે. પોલીસે પકડેલ શખ્સ અગાઉ પણ 8 જેટલા ગુનામાં સંડોવાયેલા છે અને પંદર દિવસ પહેલા આરોપી સજા ભોગવી બહાર આવ્યો છે અને ફરી ચોરીની ઘટનાને અંજામ આપતાં પોલીસે આરોપીને ફરીથી જેલના સળિયા પાછળ ધકેલીને આગળની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ ગુનામાં સંડોવાયેલા એક રીઢા આરોપી વાઘાજી મદારજી ઠાકોર (રહે. મુડેઠા તા.ડીસા) ને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય એક આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.  

સંબંધિત સમાચાર