રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા7 ડિસેમ્બર, 2024| Super Admin

ડીસામાંથી ચોરી થયેલ ઇકો ગાડી સાથે દક્ષિણ પોલીસે રાજસ્થાનથી આરોપીને ઝડપી પાડ્યો

ડીસામાંથી ચોરી થયેલ ઇકો ગાડી સાથે દક્ષિણ પોલીસે રાજસ્થાનથી આરોપીને ઝડપી પાડ્યો
દક્ષિણ પોલીસે ગાડી જપ્ત કરી ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું તે દરમિયાન દક્ષિણ પોલીસની ટીમ રાજસ્થાન ખાતે તપાસમાં ગઈ હતી ત્યારે ડીસામાંથી થોડા દિવસ અગાઉ ચોરી થયેલ ઇકો ગાડીની જાણકારી મળતા પોલીસે રાજસ્થાન માંથી ડીસાથી ચોરી થયેલ ઇકો ગાડી સાથે એક શખ્સને ઝડપી પાડી ડીસા લાવી અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડીસા શહેરની મણીભદ્ર વીર સોસાયટી માંથી થોડા દિવસ અગાઉ રાત્રિના સમયે એક ઘર આગળ પાર્ક કરેલી ઈકો ગાડીની ચોરી કરી અજાણ્યો ઈસમ લઈ ગયો હતો જે મામલે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. ત્યારે ડીસામાંથી ચોરી થયેલ ઈક્કો બાબતે હકીકતની મળતા તપાસ કરાવતા એક ઈસમ રાજસ્થાનના બાલોતરામાં ઇક્કો ગાડી સાથે મળી આવતા પોલીસે તેની પાસે ઇકોના કાગળો બાબતે પુછપરછ કરતા કાગળો ન હોય જેથી સદરે ઈક્કો ગાડીની તપાસ કરતા ડીસામાંથી ચોરી થયેલ હોવાનું માલુમ પડતા પોલીસે ઇકો ગાડી જપ્ત કરી આરોપી જીતેન્દ્રદાન લાલદાનજી જાતે.ચારણ (ગઢવી હાલ રહે.બાલોતરા મુળરહે.બાલેવા તા.શીવ જી.બાડમેર(રાજસ્થાન) ની અટકાયત કરી ડીસા લાવી છે અને આ ઈસમ અન્ય કોઈ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર