રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા29 નવેમ્બર, 2024| Super Admin

મુડેઠા થી ઉંબરી જવાના રસ્તા ઉપર ખાડા પડતાં રસ્તો બિસ્માર હાલતમાં

મુડેઠા થી ઉંબરી જવાના રસ્તા ઉપર ખાડા પડતાં રસ્તો બિસ્માર હાલતમાં

વાહન ચાલકોને મુડેઠા ટોલ ટેક્સ પર ટોલ ટેક્સ ચૂકવીને શિહોરી થઈને પાટણ જાવું પડે છે. મુડેઠાથી ઉંબરી થઈને પાટણ સુધી જોડતા મુખ્ય માર્ગ પર ખાડાઓનું સામ્રાજ્ય ડીસા તાલુકાના મુડેઠા થી ઉંબરી સુધી જવાના રોડની સાઈડમાં મોટા-મોટા ખાડાઓ પડી ગયા છે. તો તંત્ર દ્વારા રીપેરીંગ કરવા માટે ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા હોવાથી વાહન ચાલકો સહિત રહીશોમાં ભારે રોષ ફેલાયો છે. ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના પરાઓમાં જવા માટેના રસ્તાઓ પર ખૂબ જ તકલીફો પડી રહી છે. પણ જવાબદાર તંત્રના પેટમાંથી પાણી હલતું નથી. 

ત્યારે ડીસા તાલુકાના મુડેઠા થી ઉંબરી જતાં રસ્તામાં ભયજનક વળાંકો આવેલા છે અને એક બાજુ સાઈડમાં મોટા ખાડાઓ પડી ગયા છે. તંત્ર દ્વારા તાત્કાલિક રસ્તો રીપેર નહિ કરાય તો ભયંકર મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ વાહન ચાલકોમાં ઉદ્દભવી છે. જોકે આ માર્ગ પાટણને જોડતો મુખ્ય છે પણ ખાડાઓના કારણે વાહનચાલકોને મુડેઠા ટોલ ટેક્સ પર ટોલ ચૂકવીને શિહોરી થઈને પાટણ જાવું પડે છે જેથી વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને મુડેઠા થી મામાપુરા પાટીયા, અરણીવાડા ઉંબરી સુધી પણ રસ્તા વચ્ચે ખાડાઓ પડી ગયા છે. આમ બુકોલી સુજલામ સુફલામ કેનાલ આગળ ભયંકર વળાંક છે અને બન્ને બાજુની સાઈડૉમાં મોટામોટા ખાડાઓ પડ્યા છે. મુડેઠા થી ઉંબરી સુધી જવાનો રોડ છેલ્લા કેટલાક સમયથી બિસ્માર હાલતમાં છે...

સંબંધિત સમાચાર