રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
Uncategorized18 નવેમ્બર, 2024| Super Admin

ધરોઈ ડાબા કાંઠાની કેનાલમાં સિંચાઈ માટે પ્રથમ પાણ છોડાયું

ધરોઈ ડાબા કાંઠાની કેનાલમાં સિંચાઈ માટે પ્રથમ પાણ છોડાયું
ધરોઈ ડાબા કાંઠાની કેનાલમાં સિંચાઈ માટે પ્રથમ પાણ છોડાયું રવિ સિઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે છ પાણ આપવાનું આયોજન સાબરકાંઠા જિલ્લાના ધરોઈ જળાશયમાંથી ડાબા કાંઠાની કેનાલમાં ખેડૂતોને રવિ સિઝનમાં સિંચાઈ માટે છ પાણ આપવાના આયોજન પૈકી પ્રથમ પાણ છોડવામાં આવ્યું છે. જેને લઈને હિંમતનગર, ઇડર અને વડાલી તાલુકાના 93 ગામોમાં 4000 હેક્ટર જમીનમાં ખેતીને સિંચાઈનો લાભ મળશે. આ અંગે સાબરકાંઠા સિંચાઈ વિભાગમાંથી મળેલ માહિતી મુજબ સાબરકાંઠા સિંચાઈ વિભાગ દ્વારા રવિ સીઝનમાં ખેતીમાં સિંચાઈ માટે સલાહકાર સમિતિની માંગણીને લઈને જળાશયોમાંથી સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સાબરકાંઠામાં ધરોઈ જળાશયમાંથી ડાબા કાંઠાની કેનાલમાં છ પાણ આપવાના આયોજન પૈકી પ્રથમ પાણમાં 50 ક્યુસેક છોડવામાં આવ્યું છે. ક્રમશઃ 350 કયુસેક સુધી પાણી છોડાશે. તો ધરોઈ જળાશય 91 ટકા ભરાયો છે જેમાંથી ડાબા કાંઠાની કેનાલ થકી પાણી જિલ્લાના ત્રણ તાલુકાના 93 ગામો પહોંચશે. જેમાં પાણી વડાલીના 13, હિંમતનગરના 15 અને ઈડરના 65 ગામોમાં 4000 હેક્ટર વિસ્તારમાં ખેતીને સિંચાઈનો લાભ મળશે.

સંબંધિત સમાચાર