રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા26 ઑગસ્ટ, 2025| Super Admin

પાલનપુરની ખાનગી હોસ્પિટલમા પ્રસુતા મહિલાનું મોત નિપજતા પરિવારે હોબાળો મચાવ્યો...!

પાલનપુરની ખાનગી હોસ્પિટલમા પ્રસુતા મહિલાનું મોત નિપજતા પરિવારે હોબાળો મચાવ્યો...!
પોલીસે મૃતકના પરિવારને સમજાવી મામલો માંડ થાળે પાડયો...! પાલનપુરની એક ખાનગી હોસ્પિટલમાં પ્રસુતિ માટે દાખલ કરવામાં આવેલી એક મહિલાનું ઓપરેશન કર્યા બાદ તેની તબિયત લથડી પડતા તેને આઇસીયુમાં દાખલ કરવામાં આવી હતી. દરમ્યાન તેનું મોત નિપજતાં પરિવારજનો હોબાળો મચાવી તબીબની બેદરકારીને કારણે મહિલાનું મોત નિપજ્યું હોવાના આક્ષેપ કરતા પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસે દોડી આવી સમજાવટના અંતે મામલો થાળે પાડયો હતો. પાલનપુરના એરોમા સર્કલ પર અમદાવાદ હાઇવે તરફ આવેલ સ્ત્રી રોગ નિષ્ણાંત ડોકટરની ફિમેલ હોસ્પિટલમાં પાલનપુર તાલુકાના માલપુરીયા ગામની પરણિતા અને ઓખાપુરા ગામની ગોમતીબેન સવાજી ઠાકોર નામની યુવતીને પ્રસૂતિની પીડા ઉપડતાં તેને દાખલ કરવામાં આવી હતી. જ્યા તબીબ દ્વારા સર્જરી કરીને નવજાતનો જન્મ કરાવ્યો હતો. બાદમાં આ મહિલાની તબિયત લથડતા તેને આઇસીયુમાં દાખલ કરવામાં આવી. જ્યા સોમવારે અચાનક આ મહિલાનું મોત નિપજ્યું હતું. મૃતકના પરિવારજનોએ તબીબની બેદરકારીને કારણે મહિલાનું મોત નિપજ્યું હોવાના આક્ષેપ સાથે હોસ્પિટલમાં હોબાળો મચાવી તબીબ સામે ફરિયાદ દાખલ કરવાની માંગ કરી હતી. જેને લઇ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડયો હતો.

સંબંધિત સમાચાર