રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા30 મે, 2025| Super Admin

ભાભરના ચાતરા ગ્રામ સચિવાલયના દરવાજા તૂટતા ખંડીત બન્યું

ભાભરના ચાતરા ગ્રામ સચિવાલયના દરવાજા તૂટતા ખંડીત બન્યું
બાંધકામમાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ આચર્યાના આક્ષેપો ઉઠ્યા ડબલ એન્જિન સરકારમાં વિકાસ કામોમાં પણ ડબલ વેગે ગેરરીતિ; ભાભર તાલુકા પંચાયત કચેરીમાં મોટી ટકાવારી લેવાતી હોવાનાં કારણે વિકાસ કામોમાં ગેરરીતિઓ વધી રહી છે. જેના કારણે લોકોની સુખાકારી માટે ઉભી કરાયેલી સવલતો ગણતરીના દિવસોમાં તુટી જતી હોવાથી સરકારનો હેતુ માર્યો જાય છે.અને ગ્રાન્ટ વેડફાઈ જાય છે. ત્યારે ચાતરા ગામનું નવનિર્મિત ગ્રામ સચિવાલય ભાજપના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરના હસ્તે તા.૧/૪/૨૦૨૫ના રોજ ગામની સુખાકારી માટે ખુલ્લું મુકાયું હતું પરંતુ નિર્માણ કાર્યમાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ થઇ હોવાથી ગણતરીના દિવસોમાં મકાન ખંડીત થયું છે. સચિવાલયના બાંધકામમાં હલકી ગુણવત્તાનો માલસામાન વાપર્યો હોવાથી દરવાજા પણ તૂટી ગયા છે. આવી તકલાદી કામગીરી કરી સહિયારો ભષ્ટ્રાચાર કર્યો હોવાનાં લોકોમાં આક્ષેપ ઉઠી રહ્યા છે. ત્યારે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તો ચાતરા ગ્રામ સચિવાલયના બાંધકામમાં આચરાયેલ ગેરરીતિઓ ખુલ્લી પડે તેમ છે. જો બે મહિનામાં ગ્રામ સચિવાલયના દરવાજા તુટી જતાં ખંડિત થતું હોય તો એક વર્ષ પછી કેવી હાલત થશે? તેવાં અણિયાળા સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે.

સંબંધિત સમાચાર