રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
પાટણ1 જુલાઈ, 2025| Super Admin

હારીજ-સતાધાર બસના કંડકટરે બસ માથી મળેલ પૈસા ભરેલ પાકીટ મહિલા મુસાફરને પરત કરી માનવતા મહેકાવી

હારીજ-સતાધાર બસના કંડકટરે બસ માથી મળેલ પૈસા ભરેલ પાકીટ મહિલા મુસાફરને પરત કરી માનવતા મહેકાવી

હારીજ એસટી ડેપોમાં ફરજ બજાવતા કંડકટરે બસ માથી મળેલ પૈસા ભરેલ પાકીટ એક વૃદ્ધ મહિલા મુસાફરને પરત કરી પોતાની માનવતા મહેકાવતા સૌ લોકોએ કંડકટર ની ઈમાનદારી ને સરાહનીય લેખાવી હતી. હારીજ થી સતાધાર સોમવારે જતી એસટી બસમાં એક વૃદ્ધ મહિલા માલવણ ગામની ચોકડી થી બજાણા ગામે ઉતર્યા હતા.તેઓ બસમાં જ પોતાનું પૈસા ભરેલુ પાકીટ ભૂલી ગયા હતા.બસના કંડકટર વિજય પ્રજાપતિની નજર પાકીટ ઉપર પડતાં તેમણે પાકીટ તપાસ કરતા પાકીટમાં 4500 રૂપિયા રોકડા હતા. આ વૃદ્ધ મહિલાની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોય વિજય પ્રજાપતિએ તરત જ મહિલાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો.પરંતુ સંપર્ક ના થઇ શકતા તેમને એસટી કંટ્રોલરૂમ અને ડેપો મેનેજરને જાણ કરી હતી.સતાધાર થી પરત ફરતા કંડકટર વિજય પ્રજાપતિ એ બજાણા ગામના બસ સ્ટેન્ડ ઉપર બસ ઉભી રાખી મહિલા મુસાફરનો સંપર્ક કરી પાકીટ પરત આપી પોતાની પ્રામાણિકતાના દશૅન કરાવતા બસમાં બેઠેલા અન્ય મુસાફરો પણ પ્રભાવિત થયા હતા.વૃદ્ધા ફુગ્ગા વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા હોઈ તેમણે કંડકટર વિજયભાઈનો આભાર માન્યો હતો.

સંબંધિત સમાચાર