રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્ન
પાટણ31 માર્ચ, 2025| Super Admin

પાટણના કુરેજા ગામનું બસ સ્ટેન્ડ માત્ર બે વર્ષમાં જર્જરિત બન્યું

પાટણના કુરેજા ગામનું બસ સ્ટેન્ડ માત્ર બે વર્ષમાં જર્જરિત બન્યું
જજૅરિત સ્ટેન્ડ કોઈપણ સમયે તૂટી પડવાની લોકો મા દહેશત; પાટણ-હારીજ ફોર લેન હાઈવે પર આવેલા કુરેજા ગામનું બસ સ્ટેન્ડની બે વર્ષ ના ટુકા ગાળામાં જજૅરિત બનતા કોઈ પણ સમયે તૂટી પડે તેવી શકયતાઓ લોકો વ્યકત કરી રહ્યા છે. કુરેજા ગામે માત્ર બે વર્ષ પહેલા બનાવવામાં આવેલું આ બસ સ્ટેન્ડ હાલમાં એક બાજુએ નમી ગયું છે. ફોર લેન હાઈવે પર આવતા ગામડાઓના લોકોને એસટી બસમાં અવર જવર માટે સરકાર દ્વારા બસ સ્ટેન્ડની સુવિધા આપવામાં આવી છે. પરંતુ કુરેજા ગામના બસ સ્ટેન્ડનું બાંધકામ નબળી ગુણવત્તાનું હોવાનું સામે આવ્યું છે.આ બસ સ્ટેન્ડ ભ્રષ્ટાચારનું જીવતું જાગતું ઉદાહરણ બની ગયું છે. સ્થાનિક લોકોમાં રોષ છે કે આ માટે જવાબદાર કોણ - માર્ગ અને મકાન વિભાગ, એસટી વિભાગ કે પછી રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર? મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પગલાં લેવાની પણ લોક માંગ ઊઠી છે.

સંબંધિત સમાચાર