રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા6 ફેબ્રુઆરી, 2026| Super Admin

ડીસાના માલગઢમાં માળી સમાજનો 25મો ‘રજત જયંતિ’ સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો

ડીસાના માલગઢમાં માળી સમાજનો 25મો ‘રજત જયંતિ’ સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો
 51 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા ડીસા તાલુકાના માલગઢ ગામે સમસ્ત બનાસકાંઠા માળી સમાજ દ્વારા એક ભવ્ય અને ગૌરવશાળી પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી. માલગઢની પરબડી (ક્રાન્તીનગર) સ્થિત મીરાબેન સોનાજી પરમાર પ્રાથમિક શાળા ખાતે માળી સમાજ સમૂહ લગ્ન મહોત્સવ સમિતિ દ્વારા 25મો રજત જયંતિ સમૂહ લગ્ન મહોત્સવ અત્યંત ઉત્સાહપૂર્વક યોજાયો હતો. આ મંગલ પ્રસંગે 51 નવદંપતીઓએ શાસ્ત્રોક્ત વિધિ સાથે લગ્નગ્રંથિથી જોડાઈને પોતાના નવા સંસારની શરૂઆત કરી હતી. ​આ મહોત્સવના મુખ્ય યજમાન તરીકે છોગાજી લુંબાજી ગેલોત પરિવાર (શામળદાસ છોગાજી ગેલોત-ગોળવાળા દાસ પરિવાર) બિરાજમાન રહ્યા હતા. સમિતિ દ્વારા નવદંપતીઓ અને મહેમાનો માટે રહેવા, જમવા અને બેઠક વ્યવસ્થાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ​સમાજના વિવિધ દાતાઓ દ્વારા આર્થિક અને વસ્તુ સ્વરૂપે ઉદાર હાથે દાન આપવામાં આવ્યું હતું. જેમાં ​મંગળસૂત્ર ના દાતા પુનમાજી આંબાજી માળી પરિવાર ​ભોજનદાતા હીરાબેન ગીગાજી સવાજી માળી અને ગેરોબેન મોટાજી માળી પરિવાર તેમજ ​મંડપના દાતા શ્રી રામ ગ્રુપ ​વરી-વેશ ના દાતા ભુદરાજી પુનમાજી માળી (વડીયાવાળા) અને પારૂબેન લખમાજી લુંબાજી માળી (લુણાવાવાળા) પરિવાર. આ ઉપરાંત ચાંદીના તુલસીના કયારા, પલંગ, મહા-માટલા અને કન્યાદાનના દાતાઓ દ્વારા નવદંપતીઓને કરિયાવર ભેટ અપાયો હતો.​કાર્યક્રમ દરમિયાન તમામ દાનવીર દાતાઓનું પાઘડી પહેરાવી અને શાલ ઓઢાડીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ​સંતોના આશીર્વાદ અને મહાનુભાવોની ઉપસ્થિતિ ​આ પ્રસંગે દિયોદર સિસોદરાના પરમ પૂજ્ય ગૌભક્ત છોગારામજી બાપુએ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી પ્રવિણભાઇ જી. માળી (વન, પર્યાવરણ અને વાહન વ્યવહાર વિભાગ), પૂર્વ સરપંચ સોમાલાલ કચ્છવા, અધિક કલેક્ટર દલપતભાઇ ટાંક, બનાસકાંઠા કોલ્ડ સ્ટોરેજના પ્રમુખ ફૂલચંદભાઇ કચ્છવા સહિત સમાજના અગ્રણીઓ, અધિકારીઓ અને રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.​ગણપતભાઇ એસ.ભાટીએ સ્ટેજનું સફળ સંચાલન કર્યું હતું. આ રજત જયંતિ મહોત્સવમાં હજારોની સંખ્યામાં સમાજના ભાઈ-બહેનો ઉમટી પડ્યા હતા અને સમૂહ ભોજનનો લ્હાવો લીધો હતો. આગામી 26મા સમૂહ લગ્ન માટે પણ અત્યારથી જ દાતાઓએ દાનની સરવાણી વહેવડાવી હતી, જે સમાજની એકતા અને સેવાભાવના દર્શાવે છે.      

સંબંધિત સમાચાર