રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા18 જુલાઈ, 2026| Super Admin

ડીસામાં તસ્કરોનો આતંક: 7 દુકાનોમાંથી ACના કોપર પાઇપ-કેબલ ચોરાયા

ડીસામાં તસ્કરોનો આતંક: 7 દુકાનોમાંથી ACના કોપર પાઇપ-કેબલ ચોરાયા

વેપારીઓએ પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો ઉઠાવ્યા

ડીસા શહેરના બગીચા સર્કલ નજીક આવેલા આનંદ પ્રકાશ સેન્ટર કોમ્પ્લેક્સમાં ગત રાત્રે તસ્કરોએ એકસાથે સાત જેટલી દુકાનોને નિશાન બનાવી એસીની કિંમતી કોપર પાઇપ અને કેબલ ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. વહેલી સવારે વેપારીઓ દુકાનો પર પહોંચ્યા બાદ એસી ચાલુ કરવાનો પ્રયાસ કરતાં એસી કાર્યરત ન થતા બહાર તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તમામ દુકાનોના એસીની કોપર પાઇપ કાપી ચોરી કરવામાં આવ્યા હોવાનું સામે આવતા વેપારીઓમાં ભારે રોષ અને ચિંતા ફેલાઈ ગઈ હતી.

વેપારીઓના જણાવ્યા મુજબ, કોપર પાઇપ કાપી નાખવાથી એસીનું રેફ્રિજરન્ટ ગેસ પણ લીક થઈ ગયું છે. જેના કારણે માત્ર કોપરની ચોરી જ નહીં, પરંતુ હવે એસીને ફરીથી કાર્યરત કરવા માટે ગેસ ભરાવવાનો, નવી પાઇપ લગાવવાની અને મરામતનો હજારો રૂપિયાનો વધારાનો ખર્ચ પણ સહન કરવો પડશે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ ગેસ લીક થયા બાદ રાત્રી દરમિયાન જો નજીકમાં આગ અથવા સ્પાર્ક થાત તો જોખમી સ્થિતિ પણ સર્જાઈ શકત.

આ ઘટના બાદ વેપારીઓએ શહેરમાં કાયદો-વ્યવસ્થા અને રાત્રિના પોલીસ પેટ્રોલિંગ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. શહેરના સૌથી વ્યસ્ત વિસ્તારમાં જ ચોરો આટલી બેફામ રીતે ચોરી કરી ફરાર થઈ જતા વેપારીઓમાં અસુરક્ષાની લાગણી વ્યાપી ગઈ છે. વેપારીઓએ માંગ કરી છે કે, આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને તાત્કાલિક ઝડપી કડક કાર્યવાહી કરવામાં આવે અને શહેરમાં રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવામાં આવે જેથી આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકે.

ટેગ્સ:#Deesa

સંબંધિત સમાચાર