રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા9 જુલાઈ, 2026| Super Admin

ડીસામાં HDFC બેંક નજીક સ્પ્લેન્ડર બાઈકની ઉઠાંતરી

ડીસામાં HDFC બેંક નજીક સ્પ્લેન્ડર બાઈકની ઉઠાંતરી

અજાણ્યો તસ્કર CCTV કેમેરામાં કેદ; મેડિકલ સ્ટોરમાં નોકરી દરમિયાન પાર્ક કરેલી નવી સ્પ્લેન્ડર પ્લસની ચોરી, પોલીસે તપાસ હાથ ધરી

ડીસા શહેરમાં વાહન ચોરીની વધતી ઘટનાઓ વચ્ચે વધુ એક બાઇક ચોરીનો બનાવ સામે આવ્યો છે. HDFC બેંકની બાજુની ગલીમાં પાર્ક કરાયેલી નવી બાઇક અજાણ્યો તસ્કર ચોરી કરી ફરાર થયો હતો.ચોરીની સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ છે. જેથી પોલીસે તેના આધારે તપાસ શરૂ કરી છે.

ફરિયાદ મુજબ, ડીસા મુકામે રહેતા અને ખાનગી મેડિકલ એજન્સીમાં નોકરી કરતા રાહુલભાઈ ઈશ્વરભાઈ ચૌધરીએ 7 જુલાઈ, 2026 ના રોજ સવારે પોતાની હીરો સ્પ્લેન્ડર પ્લસ-2024 બાઇક  (નં. GJ-08-DK-6125) HDFC બેંકની બાજુની ગલીમાં પાર્ક કરી હતી.પણ સાંજે નોકરી પૂર્ણ કરીને બહાર આવતા બાઈક સ્થળ પરથી ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું.જેથી આસપાસ તેમજ પોતાના સ્તરે ઘણી શોધખોળ કરી હતી, પરંતુ કોઈ ભાળ ન મળતાં ડીસા શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ચોરી થયેલી બાઇકની અંદાજિત કિંમત રૂ. 60 હજાર હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

બનાવમાં અજાણ્યો તસ્કર CCTV કેમેરામાં કેદ થયો છે. પોલીસે અજાણ્યા તસ્કર સામે ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે તેની ઓળખ મેળવવા અને ચોરી થયેલ બાઇક શોધવા તપાસ તેજ કરી છે.

ટેગ્સ:#Deesa

સંબંધિત સમાચાર