રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા20 મે, 2025| Super Admin

થરાદની સર્વોદય સોસાયટીમાં રાત્રે તસ્કરોનો ચોરીનો નિષ્ફળ પ્રયાસ

થરાદની સર્વોદય સોસાયટીમાં રાત્રે તસ્કરોનો ચોરીનો નિષ્ફળ પ્રયાસ
શિક્ષકના બંધ મકાનમાં ત્રણ શખ્સ CCTVમાં કેદ, બાજુના રહીશના જાગી જતાં ભાગ્યા ; થરાદની સર્વોદય સોસાયટીમાં રાત્રિ દરમિયાન ચોરીના નિષ્ફળ પ્રયાસની એક ઘટના સામે હતી.જેની પ્રાપ્ય માહિતી મુજબ સોસાયટીમાં રહેતા એક શિક્ષક વેકેશનમાં વતન ગયા હોવાથી તેમનું મકાન બંધ હતું. આ સમયે બાઇક પર આવેલા ત્રણ શખ્સોએ મકાનમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો.તસ્કરોએ મકાનના તાળા તોડવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બાજુના મકાન માલિક અચાનક જાગી જતાં તસ્કરો ત્યાંથી નાસી છૂટ્યા હતા. બાજુના મકાનમાં લગાવેલા CCTV કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ પણ થઈ ગઈ હતી. મકાન માલિકે આ ઘટના અંગે થરાદ પોલીસને જાણ પણ કરી હતી.બીજી બાજુ પોલીસ CCTV ફૂટેજના આધારે તસ્કરોની શોધખોળ પણ હાથ ધરી હતી.ઉનાળું વેકેશનમાં શિક્ષકોના બંધ મકાનો અને ગરમીના કારણે ધાબા પર સુતા રહીશોની મજબુરીનો ફાયદો ઉઠાવવા સક્રિય થયેલા તસ્કરોને લઇને સોસાયટીના રહીશોમાં ચિંતાનું મોજું પ્રસરવા પામ્યું હતું. જો કે પોલીસ દ્વારા પણ સતર્ક રહેવા અપીલ પણ કરવામાં આવતી હોય છે.

સંબંધિત સમાચાર