રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા29 જુલાઈ, 2026| Super Admin

ડીસાના ઝાબડીયામાં SMCના દરોડા: 60 લાખના મુદ્દામાલ સાથે 8 જુગારીઓ ઝડપાયા, સ્થાનિક પોલીસ શંકાના ઘેરામાં

ડીસાના ઝાબડીયામાં SMCના દરોડા: 60 લાખના મુદ્દામાલ સાથે 8 જુગારીઓ ઝડપાયા, સ્થાનિક પોલીસ શંકાના ઘેરામાં

ડીસા તાલુકાના ઝાબડીયા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે અચાનક દરોડો પાડીને મોટા પાયે ચાલી રહેલા જુગારધામનો પર્દાફાશ કર્યો છે. સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને કરવામાં આવેલી આ ત્રાટક કાર્યવાહીથી સમગ્ર બનાસકાંઠા જિલ્લાના પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.

97.jpg 180.05 KB
​મળતી માહિતી મુજબ, ડીસા રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ઝાબડીયા ગામે લાંબા સમયથી ધમધમતા જુગારધામ પર SMCની ટીમે છાપો માર્યો હતો. દરોડા દરમિયાન SMCની ટીમે સ્થળ પરથી 8 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી, જ્યારે પોલીસની હાજરી જોઈને 29 જેટલા જુગારીઓ નાસભાગ મચાવી ફરાર થઈ ગયા હતા. SMC દ્વારા તમામ 37 આરોપીઓ વિરુદ્ધ ડીસા રૂરલ પોલીસ મથકે ગુનો નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
99.jpg 200.1 KB
​મોટા પ્રમાણમાં વાહનો અને રોકડ જપ્ત

SMCની આ કડક કાર્યવાહીમાં રૂ. 1,46,100ની રોકડ રકમ, 15 ચાર-વ્હીલર ગાડીઓ, 6 મોટરસાયકલ અને ટ્રકની એક બેટરી સહિતનો કિંમતી સામાન કબજે કરવામાં આવ્યો છે. SMC દ્વારા કુલ રૂ. 60,26,600નો મોટો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

ડીસા રૂરલ પોલીસની નાક નીચે જ આટલું મોટું જુગારધામ ચાલતું હોવા છતાં સ્થાનિક પોલીસ તંત્ર સાવ અજાણ રહ્યું કે પછી આંખ આડા કાન કરતું હતું, તે અંગે હવે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને ગાંધીનગરથી SMCની ટીમે આવીને સફળ દરોડો પાડતા ડીસા રૂરલ પોલીસની નિષ્ક્રિયતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. હાલમાં આ મુદ્દો સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

સંબંધિત સમાચાર