રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા13 ઑગસ્ટ, 2025| Super Admin

પાલનપુરમાં વર્ષમાં માત્ર બે વાર જ ખુલતું શ્રીનાગણેજી માતાનું મંદિર

પાલનપુરમાં વર્ષમાં માત્ર બે વાર જ ખુલતું શ્રીનાગણેજી માતાનું મંદિર
નાગ પંચમીએ શ્રી નાગણેજી માતાના મંદિરે ઉમટયું ભક્તિનું ઘોડાપુર; પાલનપુર નવાબે બંધાવેલું સર્વધર્મ સમભાવના પ્રતીક સમું ચમત્કારિક શ્રી નાગણેજી માતાનું મંદિર નાગ પંચમી નિમિત્તે શ્રદ્ધાળુ ઓ માટે ખુલ્લું મુકાયું હતું. વર્ષમાં માત્ર બે વાર જ ખુલતા શ્રી નાગણેજી માતાના મંદિરે આજે ભાવિક ભક્તોની ભારે ભીડ જામી હતી. નાગપાંચમના તહેવાર નિમિત્તે પાલનપુરની રાજગઢી ખાતે આવેલા કોમી એકતાના પ્રતીક સમા શ્રી નાગણેજી માતાના મંદિરને દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જેનો ભાવિક ભક્તોએ લાભ લઇ શ્રી નાગણેજી માતાની પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. પાલનપુર નવાબની રાજપૂત રાણીના દાયજામાં શ્રી નાગણેજી માતા આવ્યા હતા. જોકે, પાલનપુર નવાબે આજથી 300 વર્ષ પૂર્વે બંધાવેલું શ્રી નાગણેજી માતાનું મંદિર, નાગપાંચમ અને નવરાત્રી આઠમ સહીત વર્ષમાં માત્ર બે વખત જ ખુલતું હોવાનું મંદિરના પૂજારી શરદભાઈ આચાર્યએ જણાવ્યું હતું. આ ચમત્કારી મંદિરમાં બિરાજેલા નાગણેજી માતા ઉપર લોકો ની ભારે શ્રદ્ધા છે. અહીં માતાજીના દર્શન કરવા માટે દૂર -દૂર થી ભક્તો આવે છે. અને નાગણેજી માતાના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોવાનું કિરીટભાઈ સોની નામના ભાવિક ભક્તે જણાવ્યું હતું. આજે પણ નવરાત્રી આઠમે શ્રી નાગણેજી માતાના મંદિરે થતા હવનમાં પાલનપુર નવાબના પરિવારજનો ફાળો આપી રહ્યા છે. ત્યારે પાલનપુરના રાજગઢી વિસ્તારમાં આવેલું નવાબીકાળનું શ્રી નાગણેજી માતાનું મંદિર કોમી એકતાનું મિશાલ પુરી પડી રહ્યું છે.

સંબંધિત સમાચાર