રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા28 જૂન, 2025| Super Admin

અંબાજીમાં મુખ્ય બજારમાં શોર્ટ સર્કિટથી દુકાનમાં આગ લાગી

અંબાજીમાં મુખ્ય બજારમાં શોર્ટ સર્કિટથી દુકાનમાં આગ લાગી

અંબાજી ગ્રામ પંચાયત શોપિંગ સેન્ટરમાં આવેલી એક કપડા સિલાઈની દુકાનમાં આજે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રથમ દ્રષ્ટિએ અનુમાન લગાવવા મા આવી રહ્યું છે. બંધ દુકાનમાંથી નીકળતા ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા હતા. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.આગની ઘટનાને પગલે મુખ્ય બજારમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ફાયર બ્રિગેડની ટીમે સમયસર કાર્યવાહી કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, આગમાં દુકાનનો તમામ સામાન બળીને ખાક થઈ ગયો હતો.ઘટનાની જાણ થતાં અંબાજી પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. નવા ચૂંટાયેલા સરપંચે પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. સરપંચે દુકાન માલિકને આર્થિક મદદ કરવાની જાહેરાત કરી હતી અને વધુ મદદ માટે પણ આશ્વાસન આપ્યું હતું.

સંબંધિત સમાચાર