રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા31 માર્ચ, 2025| Super Admin

થરાદમાં યુજીવીસીએલ ના 66 કેવી સબસ્ટેશન ખાતે શોર્ટ સર્કિટના કારણે આગની ઘટનાથી દોડધામ

થરાદમાં યુજીવીસીએલ ના 66 કેવી સબસ્ટેશન ખાતે શોર્ટ સર્કિટના કારણે આગની ઘટનાથી દોડધામ

થરાદમાં યુજીવીસીએલના 66 કેવી સબસ્ટેશન ખાતે શોર્ટ સર્કિટના કારણે આગની ઘટના સામે આવી હતી. સબસ્ટેશન નજીક આવેલી બાવળની જાડીમાં આગ ભભૂકી ઊઠી હતી. થરાદ યુજીવીસીએલ 66 KV સબસ્ટેશનમાં શોટસર્કિટના કારણે બાવળની જાડીમાં આગ લાગેલ તેવો કોલ થરાદ નગરપાલિકા ફાયર વિભાગને થતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.અને બાજુમાં આવેલાં રહેણાંક મકાનોમાં થતું નુકસાન અટકાવવામાં આવ્યું હતું. ફાયર ઓફિસર વિરમજીએ જણાવ્યું કે યુજીવીસીએલ 66 KV સબસ્ટેશનમાં શોટસર્કિટના કારણે બાવળની જાડીમાં આગ લાગવાનો કોલ મળ્યો હતો. ફાયર ટીમે તાત્કાલિક પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આસપાસના રહેણાંક મકાનોને થતું નુકસાન અટકાવવામાં સફળતા મળી હતી.ઘટનાની જાણ થતાં જ થરાદ નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર વિભાગની સમયસર કામગીરીના કારણે સબસ્ટેશનની નજીક આવેલા રહેણાંક મકાનોને નુકસાન થતું અટકાવી શકાયું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

સંબંધિત સમાચાર