રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા6 મે, 2025| Super Admin

પાલનપુરના મફતપુરામાં ગટરના ગંદા પાણી ઘરોમાં ઘુસ્યા: રોગચાળાની દહેશત

પાલનપુરના મફતપુરામાં ગટરના ગંદા પાણી ઘરોમાં ઘુસ્યા: રોગચાળાની દહેશત
પાલનપુર પાલિકાના શાસકો સોશિયલ મીડિયામાં વ્યસ્ત: પ્રજાજનો ત્રસ્ત; ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકાના શાસકો નગરજનોને પ્રાથમિક સુવિધાઓ આપવાને બદલે સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહેતા હોઇ પ્રજાજનો ત્રસ્ત બન્યા હોવાની રાવ ઉઠી છે. શહેરના મફતપુરા વિસ્તારમાં કમોસમી માવઠા ઉપરાંત ગટરો ઉભરાતા લોકોના ઘરોમાં પાણી ઘૂસતા રોગચાળાની દહેશત વર્તાઈ રહી છે. સામાન્ય કમોસી વરસાદમાં પણ પાલનપુર શહેરના મફતપુરા વિસ્તારમાં ગટરનું ગંદુ પાણી લોકોના ઘરમાં ઘૂસવા લાગ્યું છે. હજુ તો ચોમાસું ઘણું દૂર છે. આ દ્રશ્યો જોઈને એ.સી ચેમ્બર બેસીને વહીવટ કરતા પાલિકા ચૂંટાયેલા સત્તાધીશો અહીં નર્કાગાર પરિસ્થિતિમાં રહેતા શ્રમિક લોકોના દર્દ ન સમજી શકતા લોકોએ ઉભરો ઠાલવ્યો હતો.શહેરના મફતપુરા વિસ્તારમાં કમોસમી વરસાદ પડતાં ગટરોની ચેમ્બરો ઊભરતા લોકોના ઘર આગળ ઢીંચણ સમાં ગંદુ પાણી ભરાઈ ગયું છે. અહીંથી પસાર થવા માટે લોકોને ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. મચ્છરના ઉપદ્રવથી નાના બાળકો રોગચાળાનો ભોગ બને તેવી દહેશત સેવાઈ રહી છે. સ્થાનિક લોકો પાલિકાના પાપે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

સંબંધિત સમાચાર