રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા21 મે, 2026| Super Admin

બહુચરાજી તાલુકાના ગામોમાં પાણીની વિકટ સમસ્યા: ગ્રામજનોમાં ભારે આક્રોશ

બહુચરાજી તાલુકાના ગામોમાં પાણીની વિકટ સમસ્યા: ગ્રામજનોમાં ભારે આક્રોશ

સ્થાનિક ધારાસભ્યનો સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો

બહુચરાજી વિધાનસભા મત વિસ્તારમાં આવેલા જોટાણા તાલુકાના કસલપુર ગામમાં લાંબા સમયથી પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. ગામના રહીશો દ્વારા આ બાબતે તંત્ર અને સંબંધિત સત્તાધીશોને વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, આજ દિન સુધી આ ગંભીર સમસ્યાનું કોઈ કાયમી સમાધાન આવ્યું નથી. વહીવટી તંત્ર અને લોકપ્રતિનિધિઓની આ કથિત ઉદાસીનતાના કારણે ગ્રામજનોની ધીરજનો અંત આવ્યો છે અને સ્થાનિક રહીશોમાં તીવ્ર રોષ ભભૂકી ઉઠ્યો છે.

પાણીની તંગીથી પરેશાન ગ્રામજનોએ એકઠા થઈને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. સ્થાનિકોએ બહુચરાજીના ધારાસભ્ય (MLA) વિરુદ્ધ પોતાનો આક્રોશ ઠાલવતા "હાય હાય સુખાજી" ના ઉગ્ર નારા લગાવ્યા હતા અને સમગ્ર વિસ્તાર ગજવી મૂક્યો હતો. ચૂંટણી ટાણે મોટા-મોટા વાયદાઓ કર્યા બાદ જીત્યા પછી ધારાસભ્ય ગામની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવામાં નિષ્ફળ રહ્યા હોવાનો આક્ષેપ ગામલોકોએ કર્યો છે. પોતાની પાયાની જરૂરિયાત માટે વલખાં મારતા ગ્રામજનોએ ધારાસભ્યની કામગીરી સામે ભારે નારાજગી વ્યક્ત કરી વિરોધ નોંધાવ્યો હતો.

ગામ લોકોએ તંત્ર અને સ્થાનિક ધારાસભ્યને ખુલ્લી ચીમકી આપતા અલ્ટીમેટમ આપ્યું છે કે, જો ટૂંક સમયમાં કસલપુર ગામના પાણીના પ્રશ્નનું કાયમી અને સંતોષકારક સમાધાન નહીં લાવવામાં આવે, તો કોંગ્રેસ પક્ષ સ્થાનિક રહીશોને સાથે રાખીને ગાંધીચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન છેડશે. આ આંદોલન અંતર્ગત ચક્કાજામ અને કલેક્ટર કચેરી ઘેરાવ જેવા કાર્યક્રમો આપવામાં આવશે, જેની તમામ જવાબદારી સ્થાનિક વહીવટી તંત્ર અને ધારાસભ્યની રહેશે.

સંબંધિત સમાચાર