રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા20 જાન્યુઆરી, 2026| Super Admin

દીકરીઓની સુરક્ષા પર ગંભીર સવાલ : મહેસાણામાં ટ્યુશન ગયેલી 10 વર્ષની બાળકીની છેડતી કરનાર શખ્સની ધરપકડ

દીકરીઓની સુરક્ષા પર ગંભીર સવાલ : મહેસાણામાં ટ્યુશન ગયેલી 10 વર્ષની બાળકીની છેડતી કરનાર શખ્સની ધરપકડ
કોમ્પલેક્ષમાં ચાલતા ટ્યુશન કલાસીસથી વાલીઓમાં રોષ મહેસાણા શહેરના વિસનગર રોડ પર આવેલા અનુપ માર્કેટમાં રવિવારે સાંજે એક અત્યંત શરમજનક અને ચોંકાવનારી ઘટના બની હતી. ટ્યુશન ક્લાસીસમાં ભણવા ગયેલી ૧૦ વર્ષની માસૂમ બાળકી જ્યારે લેડીઝ વોશરૂમમાં ગઈ ત્યારે એક ૩૦ વર્ષીય યુવકે તેની પાછળ ઘૂસી જઈ છેડતી કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને દબોચી લીધો છે. સમગ્ર બનાવની વિગતવાર માહિતી મુજબ મહેસાણામાં રહેતા એક પરપ્રાંતિય પરિવારની ૧૦ વર્ષની દીકરી રવિવારે સાંજે વિસનગર રોડ પર આવેલા અનુપ માર્કેટમાં ટ્યુશન ક્લાસીસમાં ગઈ હતી. આ દરમિયાન બાળકી ક્લાસની બહેનપણી સાથે કોમ્પ્લેક્સમાં આવેલા લેડીઝ વોશરૂમમાં ગઈ હતી. તકનો લાભ ઉઠાવી ૩૦ વર્ષનો એક યુવક પણ તેની પાછળ વોશરૂમમાં ઘૂસી ગયો હતો. આ શખ્સે બાળકીનું પેન્ટ ખેંચી તેમજ તેના ખભા પર હાથ ફેરવી છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અણધાર્યા હુમલાથી ગભરાઈ ગયેલી બાળકી તરત જ વોશરૂમની બહાર દોડી આવી હતી અને ક્લાસીસમાં જઈને પોતાના શિક્ષકને સમગ્ર આપવીતી જણાવી હતી. ટ્યુશન કલાસીસના શિક્ષકે તાત્કાલિક બાળકીના પિતાને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી. પિતા ક્લાસીસ પર દોડી આવ્યા હતા અને એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતા જોઈને પીઆઈ કે.જે. પટેલ અને તેમની ટીમ તુરંત એક્શનમાં આવી જઈ પોલીસ કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી સુધી પહોંચવા માટે પોલીસે કોમ્પ્લેક્સ અને આસપાસની દુકાનોના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. ફૂટેજમાં એક શંકાસ્પદ યુવક દેખાયો હતો, જેની ઓળખ ભાવેશ રમેશભાઈ મોદી (રહે. મહાશક્તિ સોસાયટી, ગાયત્રી મંદિર સામે, મહેસાણા) તરીકે થઈ હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ભાવેશ મોદીની તેના ઘરેથી ધરપકડ કરી લીધી છે. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી એક બેકરીની દુકાનમાં નોકરી કરે છે. મહેસાણામાં બનેલી આ પ્રકારની ઘટનાથી બેન દીકરીઓ અને બાળકીની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શિક્ષણ ખાતાની રહેમનજર હેઠળ ધમધમતા ટ્યુશન કલાસીસ મહેસાણામાં અનુપ માર્કેટમાં ચાલતા ખાનગી ટ્યુશન કલાસીસમાં ૧૦માં ધોરણની સાથે છેડતીની બનેલી ઘટનાથી શહેરભરમાં હોબાળો મચી જવા પામ્યો છે. ત્યારે મહેસાણામાં વિવિધ કોમ્પ્લેક્સમાં ચાલતા ખાનગી ટ્યુશન કલાસીસ વિરુદ્ધ કેટલીય દીકરીઓના વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે. કેટલાક વાલીઓએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે શિક્ષણ ખાતાની રહેમનજર હેઠળ જ આ બધા ટ્યુશન કલાસીસ ચાલી રહ્યા છે. અધિકારીઓને આવા કોમ્પ્લેક્સમાં ચાલતા ટ્યુશન કલાસીસ વાળા શિક્ષકો ધરાઈને પૈસા આપતા હોય તો જ વગર મંજૂરીએ અને શિક્ષણ વિભાગની કડક સૂચના બાદ પણ કોમ્પ્લેક્સમાં ટ્યુશન કલાસીસ ધમધમી રહ્યાં છે. ત્યારે શંકાની સોય સીધેસીધી શિક્ષણ ખાતાના અધિકારીઓ પર જાય છે અને એવા ટ્યુશન કલાસીસમાં ભણતી વિદ્યાર્થીનીઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કરે છે.    

સંબંધિત સમાચાર