રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા6 જૂન, 2025| Super Admin

ચેમબુવા જુના અને નવા ગ્રામ પંચાયતના સરપંચ બિનહરીફ જાહેર

ચેમબુવા જુના અને નવા ગ્રામ પંચાયતના સરપંચ બિનહરીફ જાહેર
ભાભર તાલુકાની ૨૩ ગ્રામ પંચાયતો  ચુંટણી માટે ચોથા દિવસે સરપંચ ઉમેદવાર માટે ૨૨ ફોર્મ ભરાયાં ભાભર તાલુકાની ૪૭ ગ્રામ પંચાયતો પૈકી ૨૩ ગ્રામ પંચાયતોમાં ચુંટણીના બ્યુગલો ફૂંકાયા છે. સરપંચ બનવા માટે અનેક યુવાનો અને આગેવાનો થનગની રહ્યા છે. અને સરપંચ બનવા માટે દોડી રહ્યા છે. આજે ફોર્મ ભરવાના ચોથા દિવસે સરપંચ પદ માટે ૧૨ ગ્રામ પંચાયતોમાંથી ૨૨ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. તેમજ વોર્ડમાં સભ્યો બનવા માટે કુલ ૨૨ ઉમેદવારી પત્ર ભરાયાં છે. ભાભર તાલુકાની ગ્રામ પંચાયતો પૈકી સરપંચ પદ માટે ચોથા દિવસે સૌથી વધુ ફોર્મ બેડા ગામના ૪ અને ચીચોદરા ગ્રામ પંચાયતના પણ ૪ ફોર્મ ભરાયાં છે. જ્યારે મેસપુરા -૧,  ખારી પાલડી -૨, અબાળા -૧,  તેતરવા -૧,  દેવ કાપડી -૨,  તનવાડ -૧, ચેમ્બુવા -૧,  ખડોસણ -૨,  કારેલા -૧ અને અસાણા-૨ સરપંચ પદ માટે ઉમેદવારી પત્ર ભરવા માટે ટેકેદારો સાથે ઉમેદવારો જોવા મળ્યા હતા. તેમજ વોર્ડના સભ્યો માટે કુલ ૨૨ ફોર્મ ભરાયાં છે. ચેમ્બુવા નવા ગામના લોકો ભેગા થઇ પંચાયત સમરસ થાય તેવા પ્રયત્નો હાથ ધર્યા હતા. જેમાં સરપંચ તરીકે પટેલ જેઠાભાઈ રામસીંગભાઈને ગામલોકોએ બિનહરીફ જાહેર કર્યા હતા.  અને ડેપ્યુટી સરપંચ તરીકે દરઘાભાઈ માવજીભાઈ પટેલને બિનહરીફ જાહેર કર્યા છે. તેમજ ચેમબુવા જુના ગ્રામ પંચાયતના સરપંચ તરીકે જેવાબેન રાજુભાઇ જોષીને પણ ગામ લોકોએ બિનહરીફ જાહેર કર્યા છે.

સંબંધિત સમાચાર