રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
મહેસાણા15 મે, 2026| Super Admin

મહેસાણાના જોટાણા પંથકમાં સાયબર ફ્રોડ કરતી આંતરરાજ્ય ગેંગનો સાંથલ પોલીસે પર્દાફાશ કર્યો

મહેસાણાના જોટાણા પંથકમાં સાયબર ફ્રોડ કરતી આંતરરાજ્ય ગેંગનો સાંથલ પોલીસે પર્દાફાશ કર્યો

ગરીબોના બેંક ખાતા ખોલાવી સાયબર ફ્રોડ કરતી ગેંગ

મહેસાણા જિલ્લાના જોટાણા પંથકમાં ભોળા અને ગરીબ લોકોને આર્થિક લાલચ આપી તેમના નામે બેંક ખાતા ખોલાવી, તેનો ઉપયોગ સાયબર ગુનાઓ માટે કરતી આંતરરાજ્ય ટોળકીનો સાંથલ પોલીસે પર્દાફાશ કર્યો છે. સાંથલ પી.આઈ. કે.કે. ચૌધરી અને તેમની ટીમે સચોટ બાતમીના આધારે જોટાણા બસ સ્ટેન્ડ પાસેથી બે શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં સાવનજી પારખાનજી ઠાકોર (રહે. ઈજપુરા) અને નિકુલકુમાર બાબુલાલ વાળંદ (રહે. બહુચરાજી) નો સમાવેશ થાય છે.

આ આરોપીઓ છેલ્લા એક વર્ષથી સક્રિય હતા અને સ્થાનિક લોકોને ₹૧૦,૦૦૦ થી ₹૧૨,૦૦૦ ની લાલચ આપી ગુજરાત ગ્રામીણ બેંક અને બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં ખાતા ખોલાવતા હતા. ખાતું ખુલ્યા બાદ તેઓ પાસબુક, ડેબિટ કાર્ડ અને સીમકાર્ડ મેળવી દિલ્હીના ‘હેરી’ અને રાજસ્થાનના ‘વિકાસ’ નામના મુખ્ય સૂત્રધારોને કુરિયર મારફતે મોકલી આપતા હતા. આરોપી નિકુલ વાળંદને એક કીટ મોકલવા બદલ ₹૧૫,૦૦૦ મળતા હતા, જેમાંથી ₹૫,૦૦૦ તે કમિશન રાખતો હતો. દિલ્હીના સાગરિતો આ વિગતોથી ઓનલાઈન ઠગાઈ આચરતા હતા.

નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) ની તપાસમાં આ ટોળકીના તાર દેશના અન્ય રાજ્યો સાથે જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે. આરોપી સાવનજીના બેંક ખાતામાં બિહારના પટણામાં અંદાજે ₹૬૬.૪૯ લાખ અને નિકુલ વાળંદના ખાતાઓમાં તેલંગાણા તથા મહારાષ્ટ્રમાં ₹૩૬-૩૬ લાખની ઓનલાઈન છેતરપિંડીની ફરિયાદો નોંધાઈ છે. પોલીસે આરોપીઓ પાસેથી ₹૫૫,૦૦૦ ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં ૩ મોબાઈલ, ૪ ડેબિટ કાર્ડ, ૩ પાસબુક, ૪ સીમકાર્ડ, ૧ લેપટોપ અને એક મહત્વની હિસાબી ડાયરી મળી આવી છે. સાંથલ પોલીસે પકડાયેલા બંને આરોપીઓ અને ફરાર વિકાસ તથા હેરી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) અને આઈ.ટી. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે. આ ઘટના બેંકોની KYC પ્રક્રિયા અને કુરિયર એજન્સીઓની સુરક્ષા સામે પણ ગંભીર સવાલો ઉભા કરે છે.

સંબંધિત સમાચાર