રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા1 ઑગસ્ટ, 2025| Super Admin

અમીરગઢમાં સમભાવ ટ્રસ્ટ દ્વારા ટીબીના દર્દીઓને પોષણ સહાય કીટનું વિતરણ કરાયું

અમીરગઢમાં સમભાવ ટ્રસ્ટ દ્વારા ટીબીના દર્દીઓને પોષણ સહાય કીટનું વિતરણ કરાયું

પ્રધાન મંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત સમભાવ ટ્રસ્ટ દ્વારા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના 105 ટીબીના દર્દીઓને દત્તક લેવામાં આવ્યા હતા અને તેમને દર મહિને પોષણ કીટ આપવા માટેની શરૂઆત કરવામાં આવી હતી. છેલ્લા ત્રણ વર્ષથી સમભાવ ટ્રસ્ટ દ્વારા ટીબીના દર્દીઓને દર મહિને પોષણ કીટ આપવામાં આવે છે ત્યારે આ પોષણ કીટના લીધે ટીબીના દર્દીઓના મૃત્યુ આંક માં ઘટાડો થયો છે. સરકાર દ્વારા ટીબીના દર્દીઓને મફતમાં દવાઓ આપવામાં આવે છે જેનાથી દર્દીઓને ખૂબ મોટો ફાયદો થયો છે તો બીજી તરફ ટીબીના દર્દીઓને પોષણયુક્ત આહાર મળે તે માટે સમભાવ ટ્રસ્ટ દ્વારા પહેલ કરવામાં આવી હતી અને છેલ્લા ત્રણ વર્ષથી સમભાવ ટ્રસ્ટ દ્વારા ટીબીના દર્દીઓને પોષણ કીટ આપવામાં આવે છે જેનાથી દર્દીઓને સારો ખોરાક મળી રહે છે અને તેમના સ્વાસ્થ્યમાં પણ ઘણો ફાયદો થાય છે.આ અભિયાનમાં સમભાવ ટ્રસ્ટ સાથે બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ તાલુકા આરોગ્ય પણ ટીબીના દર્દીઓને સાજા કરી આ વિસ્તારને ટીબી મુક્ત કરી અને પ્રધાનમંત્રી ના ટીબી મુક્ત ભારત અભિયાનને સાર્થક કરવા માટેના પ્રયત્નો હાથ ધર્યા છે. સમભાવ ટ્રસ્ટ દ્વારા અમીરગઢ તાલુકાના ટીબીના દર્દીઓને પોષણયુક્ત આહાર માટે ની કીટ આપવામાં આવે છે તે સિવાય કુપોષિત અને જોખમી સગર્ભા બહેનોમાં કુપોષણ દૂર કરવા માટે પણ સમભાવ ટ્રસ્ટ દ્વારા  કિટ આપવામાં આવે છે. તો બીજી તરફ એક એમ્બ્યુલન્સ પણ ભેટ આપવામાં આવી છે અને સમભાવ ટ્રસ્ટ દ્વારા દવાખાનાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર