રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા24 માર્ચ, 2026| Super Admin

ડીસામાં પેટ્રોલની અછતની અફવા : સતત બીજા દિવસે પણ પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો

ડીસામાં પેટ્રોલની અછતની અફવા : સતત બીજા દિવસે પણ પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો
માણેકપુરા ગામે દૂધની બરણીઓ- કેન લઈને લોકો પંપ પર ઉમટ્યા જ્વલનશીલ પેટ્રોલનો અન્ય પાત્રોમાં સંગ્રહ કરવો અતિ જોખમી છેલ્લા ૨૪ કલાકથી ડીસા પંથકમાં પેટ્રોલની અછત વર્તાવાની ફેલાયેલી  અફવાએ સામાન્ય જન જીવનમાં ભારે મુશ્કેલી ઉભી કરી છે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા કેટલાક વીડિયોના પગલે લોકોમાં ફાળ પડી છે, જેના પરિણામે ગઈકાલ સાંજથી જ શહેર અને ગ્રામ્ય વિસ્તારના પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. ​આશ્ચર્યજનક દ્રશ્યો તો ત્યારે જોવા મળ્યા જ્યારે લોકો માત્ર પોતાના વાહનોમાં જ નહીં, પરંતુ ઘરમાં વપરાતી દૂધની બરણીઓ, પ્લાસ્ટિકના કેન અને તેલના ડબ્બા લઈને પેટ્રોલ પુરાવવા લાઈનમાં ઉભા રહી ગયા હતા. સોશિયલ મીડિયા પર આવા વીડિયો વાયરલ થતા અન્ય લોકોમાં પણ ગભરાટ ફેલાયો હતો અને લોકો જરૂરીયાત કરતા વધુ ઈંધણનો સંગ્રહ કરવા માટે પડાપડી કરવા લાગ્યા હતા. ​ગઈકાલ મોડી સાંજથી જ ડીસાના હાઈવે અને અંદરના વિસ્તારોમાં આવેલા પેટ્રોલ પંપો પર વાહનોની કિલોમીટર લાંબી હારમાળા સર્જાઈ હતી. સ્થિતિ એવી બની કે અનેક પંપો પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. લોકોમાં એવી ચર્ચા છે કે આગામી દિવસોમાં પેટ્રોલ મળશે નહીં, જેના કારણે સંગ્રહખોરીની હોડ જામી છે.​જો કે, વહીવટી તંત્ર અને પેટ્રોલિયમ ક્ષેત્રના જાણકારોના મતે આ માત્ર એક પાયાવિહોણી અફવા છે. પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવા છતાં લોકો ગભરાટમાં આવીને બિનજરૂરી સંગ્રહ કરી રહ્યા છે, જે જોખમી પણ સાબિત થઈ શકે છે. ​કારણ કે પેટ્રોલ અત્યંત જ્વલનશીલ પદાર્થ હોવાથી તેને ઘરમાં દૂધની બરણી કે પ્લાસ્ટિકના ડબ્બામાં સંગ્રહ કરવો એ જીવતું જોખમ નોતરવા સમાન છે.તેથી અફવાઓથી દૂર રહી શાંતિ જાળવવી જરૂરી છે.    

સંબંધિત સમાચાર