મહેસાણામાં વહેલી સવારે ૬ વાગ્યે જ ૧૫થી વધુ અધિકારીઓએ કર્યું આકસ્મિક ચેકીંગ હાથ ધરીને સૌ કોઈને આશ્ચર્યચકિત કરી મુક્યા હતાં. જેમાં શહેર ટ્રાફિક પોલીસની ટીમ પણ જોડાઈ હતી. આરટીઓ કચેરી અને ટ્રાફિક પોલીસની કુલ પાંચ ટીમો એ શૈક્ષણિક સંકુલો નજીક પાંચ સ્થળોએ ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં સ્કૂલવાન સહિતના અનેક વાહનો પર કડક કાર્યવાહી કરતાં રૂપિયા ૨.૪૪ લાખનો દંડ વસુલાયો હતો તેમજ ૧૭ જેટલા વાહનોને સ્કૂલમાંથી જ ડિટેઇન કરવામાં આવ્યાં હતાં. જેમાં ખાસ કરીને લાઇસન્સ વિના વાહનો ચલાવતા બાળકોને કાર્યવાહી સાથે રોડ સેફટીની સમજ પણ અપાઈ હતી. આ સંદર્ભે અગાઉ કરવામાં આવેલી ડ્રાઈવની અસર પણ સ્પષ્ટપણે દેખાઈ રહી હતી. ઓછી સ્પીડ વાળા ઇલેક્ટ્રોનિક વાહનો લઈને આવતા બાળકોમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. સ્કૂલના બાળકો વધુ સલામત બને એ અંતર્ગત આવી સ્પેશિયલ ડ્રાઈવ કરાઈ જેમાં સ્કૂલ વાન, સ્કૂલ બસોનું પણ ચેકીંગ હાથ ધરાયુ હતું.
મહેસાણા RTO ની સ્કૂલ સેફટી અંતર્ગત મોટી કાર્યવાહી : દંડ વસુલી વાહનો ડિટેઇન કર્યા

સંબંધિત સમાચાર
મહેસાણામહેસાણા પોલીસની મોટી કાર્યવાહી: કેબલ ચોરી કરતી ચાર શખ્સોની ગેંગ ઝડપાઈ, ૧.૩૬ લાખનો મુદ્દામાલ જપ્ત
1 દિવસ પહેલા
મહેસાણાકડીની રામેશ્વર સોસાયટીમાં દારૂનો વેપલો પર્દાફાશ: ૧૪.૨૨ લાખના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ
3 દિવસ પહેલા
મહેસાણાઊંઝાથી મોરબી નવિન એસટી બસ સેવાનો પ્રારંભ
5 દિવસ પહેલા
મહેસાણામહેસાણા LCBની કાર્યવાહી: લાડોલ વિસ્તારમાંથી 9.23 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સો ઝડપાયા
6 દિવસ પહેલા
