રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા30 જૂન, 2025| Super Admin

ધાનેરાના સોતવાડા ગામે ગંદકીથી રસ્તો બંધ; સ્થાનિકોમાં ભારે રોષ

ધાનેરાના સોતવાડા ગામે ગંદકીથી રસ્તો બંધ; સ્થાનિકોમાં ભારે રોષ
ધાનેરા તાલુકાનું સોતવાડા ગામ ગ્રુપ ગ્રામ પંચાયત છે, જેની વસ્તી ૩,૦૦૦ ની છે. જ્યાં નક્કર કામ થતા નથી અને જે થાય છે એમાં ગેરરીતિ થયાના આક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે વર્તમાનમાં ગામના દ્રશ્યો જ બતાવી રહ્યા છે કે ગામની દશા અને દિશા શુ છે? જ્યાં સતત ત્રણ વર્ષથી સરપંચ તરીકે સિવાભાઈ ઠાકોર છે જેઓ કામ કમ અને વિવાદમાં વધુ રહ્યા છે. જેના પરિણામે આજે ગામનો મુખ્ય રસ્તો જ બંધ થઈ જવાની સ્થિતિમાં હોવાથી રાહદારી, ખેડૂતો, પશુપાલકો અને બાળકો ત્રાહિમામ પોકારી ગયા છે તેમ છતાં સરપંચ જાણે કઈ બન્યું જ નથી એવા વટમાં જોવા મળી રહ્યા છે. સોતવાડા ગામની ગટર લાઈનમાં ગરબડ થતા ગટરના પાણી રસ્તા પર આવ્યા છે, ત્યારે આ બાબતે ગામલોકોએ પંચાયતને રજુઆત પણ કરી હોવા છતાં કઈ ઉકેલ ન આવતા સ્થાનિકોએ સરપંચ અને પંચાયતની ગટર કામગીરી મુદ્દે ધાનેરા ટીડીઓને લેખિત રજુઆત કરતા સરપંચે આકરા તેવર બતાવી રજુઆત કરનારને દબાણ મુદે નોટીસ ફટકારી દબાણ લાવવાની કોશિશ કરી છે. આ સાથે ગટરના પાણી બહાર આવતા હોવાથી રીપેર કરવાની જગ્યાએ તેના પર માટી નાખી દેતા કાદવકીચડ થયો અને મુખ્ય રસ્તો જ બંધ થયો હતો. આમ ગામમાં સરપંચ તરીકે સિવાભાઈ ઠાકોર આવ્યા બાદ પણ ગટરલાઈન, સાફ-સફાઈ અને લાઈટ સહિતના પ્રશ્ન યથાવત જોવા મળી રહ્યા છે. ગામમાં જે બોર છે તે પણ બગડેલી હાલતમાં જોવા મળી રહ્યો છે, જે રીપેરીંગ ન થતા ગામલોકોને નર્મદા કેનાલનું પાણી પીવું પડી રહ્યું છે, ત્યારે આ બાબતે ડેપ્યુટી સરપંચે પણ સરપંચની કામગીરી બાબતે સવાલો ઉઠાવ્યા છે કે સરપંચ પંચાયતના સભ્યોને વિશ્વાસમાં લીધા વગર કામ કરી ગેરરીતિ કરી રહ્યા છે.

સંબંધિત સમાચાર